ગુજરાત રાજ્યમાં કુલ 98 લાખ હેક્ટર વિસ્તાર વાવેતર માટે ઉપયોગમાં લેવામાં આવે છે. જેમાંથી બાગાયતી પાકો હેઠળના વાવેતર માટે 16.16 ટકા વિસ્તારનો સમાવેશ કરવામાં આવે છે. જેમાં વર્ષ 2019-20માં બાગાયતી ક્ષેત્રે કરવામાં આવેલાં વાવેતર અને ઉત્યાપદની વાત કરીએ તો, 4.46 લાખ હેક્ટરના ફળનાં પાકોનું વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાંથી 92.61 મેટ્રિકટનનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું. આગળ વાત કરીએ તો, 7.09 લાખ હેક્ટર વિસ્તારમાં શાકભાજીનું વાવેતર કરાયું હતું. જેના ઉત્પાદનનાં ભાગ સ્વરૂપે 10.96 લાખ મેટ્રિકટનની ઉપજ થયેલી જોવા મળી હતી.
વર્ષ 2016-17થી સપ્ટેમ્બર 2021 ના સમયગાળા સુધીમાં બાગાયતી ખેતીની પેદાશોની કાપણી પછીના વ્યવસ્થાપન માટે સરકાર દ્રારા કેટલીક માળખાકીય સુવિધાનો લાભ લઈ શકે તે માટે રૂ.325.90 કરોડનાં સહાયની યોજના બહાર પાડવામાં આલી હતી. જેમાં રાજ્યમાં 608 પેકહાઉસ, 13 સંકલિત પેકહાઉસ, 224 કોલ્ડ સ્ટોરેજ (સી. એ. કોલ્ડ સ્ટોરેજ સહીત) 111 કોલ્ડ સ્ટોરેજ પર સોલાર પેનલ, 24 રાયપનીંગ ચેમ્બર, 17 કોલ્ડ રૂમ, 19 પ્રાયમરી પ્રોસેસિંગ યુનિટ, 638 ડુંગળીના મેંડા, 10 ઇન્ટીગ્રેટેડ કોલ્ડ ચેઈન યુનિટ, 8 રીફરવાન તથા 216 શોર્ટિંગ-ગ્રેડિંગ પેકિંગ યુનિટ સ્થાપના કરવમાં આવી છે.