ખેડૂતોને ટેકાના ભાવ મળી રહે માટે રાજ્ય સરકાર સહાય પૂરી પાડે છે. જેમાં સરકારના સાથ સહકારથી ખેત પેદાશોના ટેકાના ભાવોમાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં સરકારે વિવિધ ખેત પેદાશાનો ભાવમાં ટેકો જાહેર કર્યો. ત્યારે વર્ષ 2017-18ની સરખામણીએ વર્ષ 2020-21માં મગફળીના ભાવમાં એક મણે રૂ.400નો વધારો કરવામાં આવ્યો હતો.
આ સાથે ડાંગર ગ્રેડ-એનાં ભાવમાં પ્રતિ ક્વિન્ટલે રૂ.250નો વધારો નોંધ્યો હતો. ઉપરાંત બાજરીના ભાવમાં પ્રતિ ક્વિન્ટલે રૂ.850 અને મકાઈનાં ભાવમાં પ્રતિ ક્વિન્ટલે 1270નો વધારો જોવા મળ્યો હતો. જ્યારે કપાસ, મગફળી, ડાંગર, ઘઉં, તુવેર, શેરડી, મગ, ચણા જેવા વિવિધ પાકોને ટેકાનાં ભાવે ખરીદી કરી હતી. છેલ્લા પાંચ વર્ષમાં 21 લાખ ખેડૂતો પાસેથી 41 લાખ ટન કરતાં વધારે ખેતપેદાશોની ખરીદી કરી રૂ.19,567 કરોડની ચુકવણી કરી હોવાનું સરકારનો દાવો છે.
ખેડૂતો દ્રારા ઉત્પન કરવામાં આવેલાં પાકમાં તેમની ઉપજનો યોગ્ય ભાવ મળી રહે તે માટે ટેકાનાં ભાવ જાહેર કર્યા. જેનાંથી ઘણા બધા ખેડૂતો ફાયદો જણાયો હતો.