કુદરતી આવતી આફતો સામે સરકારે કુદરતી સમસ્યાનો ભોગ બનેલાં ખેડૂતોને વળતર ચૂકવું આવશ્યક છે. ત્યારે વર્ષ 2017માં 15 જિલ્લાઓમાં અતિવૃષ્ટિની સમસ્યા ઊભી થઈ હતી. જેનાં કારણે ખેડૂતોને ઘણું નુકસાન ભોગવવું પડ્યું હતું. જેની ભરપાઈ સ્વરૂપે સરકારે 7.69 લાખ ખેડૂતોને રૂ.1.706 કરોડની સહાય કરી હતી.
વર્ષ 2018ના સમયગાળામાં ચોમાસાની ઋતું દરમિયાન વરસાદ નહિવત પ્રમાણમાં પડતાં ખેડૂતોને ખૂબ નુકસાન ભોગવવું પડ્યું હતું. અનાવૃષ્ટિના કારણે મોટભાગના ખેડૂતોના પાક સુકાઈ ગયાં હતાં. જેથી આ વર્ષમાં ખેડૂતો ખેતી ઉપજ લેવામાં અસમર્થ રહ્યાં હતાં. જેનાં પરિણામે રાજ્ય સરકારે ખેડૂતોને થયેલાં નુકસાનનાં વળતર સ્વરૂપે રાજ્યનાં 17.51 લાખથી વધુ ખેડૂતોને રૂ.1673.32 કરોડની સહાય પૂરી પાડવામાં આવી હતી.
ઉપરાંત, વર્ષ 2019માં ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં કમોસમી વરસાદ થયો હોવાથી અનેક ખેડૂતોને નુકસાન થયું હતું. કમોસમી વરસાદનો ભોગ બનેલાં 33.18 લાખ ખેડૂતોને રૂ.2577.63 કરોડની સહાય સહાય આપવામાં આવેલી. આ સાથે રાજ્યની 443 પાંજરાપોળ અને ગૌશાળાના 2.53 લાખ પશુઓને પશુ દીઠ દૈનિક રૂ.35ની સહાય પૂરી પાડવામાં આવી હતી. ઉપરાંત, અછતગ્રસ્ત તાલુકાના પશુપાલકોને સુકું ઘાસ પ્રતિ કિલો રૂ.2 રાહત દરે આપવાનો નિર્ણય બાદ સરકારે 6.84 કરોડ કિલોગ્રામ ઘાસનું વિતરણ કર્યું હતું.