જૈન ધર્મના ઉદ્ભવની શરૂઆત પ્રાચીનકાળથી થયેલી ભગવાન મહાવીર સ્વામીને 42 વર્ષની વયે કૈવલ્ય જ્ઞાન પ્રાપ્ત થયેલું. ત્યારબાદ તેમને પોતાના અનેક અનુયાયીઓને જોડ્યાં. મહાવીર સ્વામી એ જૈન ધર્મના 24માં તીર્થકર હતાં અને વાસ્તવમાં મહાવીર સ્વામી 23માં તીર્થંકર પાર્શ્વનાથનાં અનુયાયી હતી. આમ ઈ.પૂ. 700ની આસપાસ જૈનધર્મનાં વિચારોનો ફેલાવો કરવામાં આવ્યો. એટલે કે જૈન ધર્મ વિશે લોકો સરળતાથી સમજી શકે તે માટે મહાવીર સ્વામીએ લોકભાષા અર્ધમાગધીમાં ઉપદેશ આપ્યો હતો. તપ દરમિયાન ઈન્દ્રિયો પર વિજય મેળવ્યો હોવાથી ઈન્દ્રિયોને જીતનાર તેઓ ‘જીન’ કહેવાયાં. આમ જીન ઉપરથી તેમના અનુયાયીઓને જૈન કહેવામાં આવ્યાં. ‘અહિંસા પરમો ધર્મ’ એ જૈન ધર્મનું પાયાનું સુત્ર છે.
મહાવીર સ્વામીના નિર્વાણ થયાં આશરે 200 વર્ષ પછી તેમના અનુયાયીઓ દ્વારા ખૂબજ બહોળા પ્રમાણમાં જૈનધર્મનો ફેલાવો કર્યો હતો. પ્રાચીનકાળ સમયગાળા દરમિયાન વર્તમાન ઓરિસ્સામાં જૈનધર્મનો ફેલાવો વઘુ પ્રમાણમાં થયો હોવાનું જણાય છે. ચંદ્રગુપ્ત મૌર્ય અને સમ્રાટ સંક્રતિએ જૈનધર્મ અપનાવ્યો હોવાનું અનેક લેખો ૫રથી જાણવા મળે છે. ભદ્રબાહુએ ચંદ્રગુપ્ત મૌર્યના શાસનકાળના અંતભાગમાં દુષ્કાળ પડતાં તેમના અનુયાયીઓ સાથે દક્ષિણમાં જઈને મદદ કરેલી. સ્થૂલિભદ્રના કમાન હેઠળ મગધમાં રહેલા અનુયાયીઓએ મહાવીરસ્વામીના ઉપદેશને વ્યવસ્થિત રીતે ગ્રંથસ્થ કરવા તેમજ જૈનગ્રંથોની પુનઃરચના માટે મગધના પાટનગર પાટલીપુત્રમાં પ્રથમ જૈનસભા બોલાવી હતી. આ સમયે દક્ષિણ ભારતમાં ગયેલા અનુયાયીઓ મગધ પાછા ફર્યાં હતાં. ત્યારબાદ બન્ને વચ્ચે કેટલીક સૈદ્ધાંતિક બાબતોમાં મતભેદ ઊભા થતાં શ્વેતાંબર અને દિગંબર એવા બે જૈનસંપ્રદાય ઊભા થયેલાં.
શ્વેત વસ્ત્રોના હિમાયતી સાધુઓના અનુયાયી લોકો એટલે શ્વેતાંબર. જેઓ મૂર્તિ પૂજાના હિમાયતી હતાં. દિશારૂપી વસ્ત્ર ધારણ કરનાર એટલે દિગંબર. જેઓ જૈન સાધુઓએ વસ્ત્ર ધારણ ન કરવાં જોઈએ તેઓ મત ધરાવતાં હતાં. જૈન ધર્મમાં બે સંપ્રદાય પંથ હોવા છતાં પણ ભારતમાં જૈન ધર્મનો ફેલાવો સારો થયેલો જોવા મળ્યો છે.