-
મહાવીર સ્વામીના ઉદ્દેશોને અનુસરીને લાખો જૈનો સૂર્યાસ્ત પહેલા જ અન્ન ગ્રહણ કરતાં
-
‘નહિં ખાવા યોગ્ય’ 22 વસ્તુનો જૈન શાસ્ત્રોમાં ઉલ્લેખ છે, જેમાં રાત્રીભોજન વિશે ચૌદમાં અભક્ષ્યમાં જણાવેલ
ભગવાન Mahavir Swami નાં સિદ્ધાંતો પ્રમાણે તેમણે રાત્રીભોજનનું ચુસ્તપણે પાલન કરતાં. મહાવીર સ્વામી સૂર્યાસ્ત થયાં પછી અન્ન ન ગ્રહણ કરવાનાં સિદ્ધાંતો અનુસરતાં હોવાથી તેમના સિદ્ધાંતો પર ચાલનાર લાખો જૈનો સૂર્યાસ્ત પહેલા જ ભોજન લેતાં હતાં. આમ જૈન શાસ્ત્રોમાં પણ તેનો સ્પષ્ટ ઉલ્લેખ જોવા મળે છે કે, રાત્રીભોજન ન કરવું જોઈએ. ઘણા ચુસ્ત જૈનો તો રાતે પાણીનું ટીપુ સુદ્ધા પણ ન લેતા ભગવાન મહાવીર સ્વામીનાં સિદ્ધાંતોને ચુસ્તપણે અનુસરે છે.
જૈન આગમોમાં રાત્રીભોજનનો સ્પષ્ટ નિષેધ કર્યો છે. ભગવાન Mahavir Swami એ કહ્યું છે કે, રાતે અન્ન, જળ, ફળ કે મુખવાસ સુદ્ધા પણ ન લેવા જોઈએ. મહાવીર સ્વામીએ તેમના જીવનમાં આ સિદ્ધાંતોનું ચુસ્તપણે પાલન કર્યું છે. આમ તેમના આ સિદ્ધાંતોને ઉદ્દેશમાં રાખીને કેટલાંય મહાન સાધુ સાધવીજી પણ સૂર્યાના આથમા બાદ ચુસ્તપણે રાત્રીભોજનનો ત્યાગ કરે છે. આ સાથે ગરમીની ઋતુમાં પાણીનું એક ટીંપુ પણ લેતા નથી. ત્યારે લાખો જૈનો સૂર્યાસ્ત પહેલા જ ભોજન કરી લે છે અને મહાવીર સ્વામીના ઉદ્દેશોનું નિપુણતાથી અમલ કરે છે. આમ સૂર્યોદય બાદ 48 મિનિટ થાય પછી જ અન્ન ગ્રહણ કરે છે. એથી વિશેષ વાત એ છે કે, વધુ ચુસ્ત જૈન ગૃહસ્થજીવનમાં જીવતા લોકો રાતે પાણીનું ટીપુ સુદ્ધા પણ લેતા નથી.
જૈન ધર્મ “અહિંસા પરમો ધર્મ” નાં સિદ્ધાંતને અનુસરીને ચાલે છે. આમ સિદ્ધાંતોનું જૈન ધર્મમાં તમને જીવંત દર્શન કરવા મળશે. જૈનોનું એવું માનવું છે કે, રાત્રીભોજન કરવાથી હિંસા થયાની અનુભૂતી થાય છે. એટલે જ હિંસાઓને ટાળવા માટે જૈનો રાત્રીભોજન કરવાનો ત્યાગ કરે છે. જૈન શાસ્ત્રોમાં 22 જેટલી વસ્તુઓનો ઉલ્લેખ કર્યા છે જે ‘નહિં ખાવા યોગ્ય હોવાનું (અભક્ષ્ય)’ સ્પષ્ટ જણાવ્યું છે. જેમાંથી ચૌદમાં અભક્ષ્યમાં રાત્રીભોજન બાબતે જણાવેલ છે.