જૈન ધર્મના સોળમા તીર્થંકર ભગાવાન શ્રી શાંતિનાથનું જીવન અત્યંત લોકોપકારક અને પ્રતિભાવંત હતું. એમણે અનેક ગત પૂર્વભવોથી તીર્થંકરપદની દક્ષતા સંપાદન કરેલી હતી. એમના શ્રીષેણ, યુગલિક આદિના ભવોમાંથી અહીં વજ્રાયુધના સંક્ષિપ્ત પરિચય આપવામાં આવ્યો છે.
ઘણા સમય પહેલાં વિદેહના મંગલાવતી વિજયમાં રત્નસંચયા નામની એક નગરી હતી. ત્યાંના મહારાજ ક્ષેમંકરની રાણી રત્નમાલાની કુક્ષિથી વજ્રાયુધનો જન્મ થયો. મોટા થતા લક્ષ્મીવતી દેવી સાથે એમનાં લગ્ન થયાં. સમય જતા લક્ષ્મીવતીએ એક પુત્રને જન્મ આપ્યો જેનું નામ સહસ્ત્રાયુધ રાખવામાં આવ્યું. કોઈ એક વખત સ્વર્ગમાં ઈન્દ્રએ દેવોની સામે વજ્રાયુધના સમ્યક્ત્વની પ્રશંસા કરી. બધા દેવગણ ઈન્દ્રના આ કથનથી સંતુષ્ટ થયા, પણ ચિત્રચૂલ નામક એક દેવે એમની કસોટી કરવાની ઈચ્છા પ્રદર્શિત કરી અને ક્ષેમંકરની સભામાં ઉપસ્થિત થયા. સભામાં એમણે કહ્યું કે, જગતમાં આત્મા, પરલોક અને પાપ પુણ્ય આદિ કંઈ પણ નથી
ભગવાન શાંતિનાથના પિતા હસ્તિનાપુરના મહારાજ વિશ્વસેન હતા અને એમની માતાનું નામ મહારાણી અચિરાદેવી હતું. મેઘરથનો આત્મા સર્વાર્થસિદ્ધ વિમાનમાંથી ચ્યુત થઈ ભાદરવા કૃષ્ણ સપ્તમીના ભરમી નક્ષત્રના યોગમાં રાણી અચિરાના ગર્ભમાં સ્થાપિત થયો. મહારાણીએ શુભમંગળ ચૌદ સ્વપ્નો જોયાં. ગર્ભાવસ્થા પૂરી થતાં જેઠ કૃષ્ણ તેરશના ભરણી નક્ષત્રમાં અર્ધરાત્રિના સમયે મહારાણીએ પુત્રરત્નને જન્મ આપ્યો.
શાંતિનાથના ગર્ભમાં પ્રવિષ્ટ થવાના પહેલાં હસ્તિનાપુરની આસપાસનું ક્ષેત્ર મહામારીથી પીડિત હતું. બધા લોકો ચિંતાતુર હતાં. માતા અચરાદેવીએ ગર્ભ ધારણ કરતાં જ મહામારી શાંત થવા લાગી અને ધીમે-ધીમે સ્થિતિ સામાન્ય બની એટલે માતા પિતાએ પુત્રનું નામ શાંતિનાથ રાખ્યું
કુમાર શાંતિનાથ જ્યારે 25 હજાર વર્ષના થયા અને તરુણાવસ્થામાં પ્રવેશ્યા તો મહારાજ વિશ્વસેને એમનાં લગ્ન અનેક રાજકન્યાઓ સાથે કરાવ્યાં. થોડા સમય પથી એમને રાજ-કાજ સોંપી સ્વયં મુનિવ્રતધારક થયાં. રાજા બન્યા પછી એમી રામી યશોમતિ દ્રારા એમને એક પુત્ર પ્રાપ્ત થયો જેનું નામ ચક્રાયુધ રાખવામાં આવ્યું. 25 હજાર વર્ષ રાજા તરીકેની જવાબદારી સંભાળ્યા બાદ એમને દીક્ષા ગ્રહણ કરવાની ઈચ્છા થઈ.
લોકાંતિક દેવોની પ્રેરણાથી એમણે વર્ષીદાનની શરૂઆત કરી અને તે પૂરુ થતા જેઠ કૃષ્ણ ચૌદશના ભરણી નક્ષત્રમાં એક હજાર રાજાઓની સાથે છટ્ઠભક્ત તપસ્યા કરી દીક્ષા માટે નિષ્ક્રમણ કરીને દીક્ષા ગ્રહણ કરી. જેના બીજા દિવસે મંદિરપુરના મહારાજ સુમિત્રને ત્યાં પરમાન્નથી પારણાં કર્યાં. દેવોએ પંચદિવ્યોનો વરસાદ કર્યો. દીક્ષા લીધા પછી તેમણે હસ્તિનાપુરના સહસ્ત્રામ્ર ઉદ્યાનમાં આવી ધ્યાનમાં રત થઈ ગયાં. એમણે શુક્લધ્યાનથી ક્ષપકક્ષેણી પર બેસીને ઘાતીકર્મોનો નાશ કર્યો અને પોષ શુક્લ નવમીએ ભરણી નક્ષત્રમાં કેવળજ્ઞાન મેળવ્યું.
કેવળી થઈ પ્રભુ શાંતિનાથે દેવ માનવોની મોટી સભામાં ઉપદેશ આપતા કહ્યું, “સંસારમાં આત્મા જ સર્વોચ્ચ છે અને જા કાર્યથી આત્માનો ઉત્થાન થાય, એ જ કાર્ય શ્રેયસ્કર છે. મનુષ્યજીવન મેળવી જેણે આત્મસાધના નથી કરી, એનું જીવન નિષ્ફળ છે.” પ્રભુનો ધર્મ-બોધ સાંભળી હજારો લોકોએ સંયમધર્મ સ્વીકાર્યો. ચતુર્વિધ સંઘની સ્થાપના કરી ભગવાન ભાવ-તીર્થંકર બન્યાં. અંતે ભગવાન 25 હજાર વર્ષમાં એક વર્ષ ઓછું જેટલો સમય કેવળીપર્યાયમાં વિચરણ કરતા વિતાવ્યો ને લોકોને આત્મ કલ્યાણનો સંદેશ આપ્યો.