ભગવાન શ્રી ધર્મનાથ જૈનધર્મના પંદરમાં તીર્થંકર થયા. પોતાના પૂર્વજન્મમાં તેઓ ધાતકીખંડના પૂર્વવિદેહમાં સ્થિત ભદ્દિલપુરના મહારાજ સિંહરથ હતા. તે અતિ પરાક્રમી અને વિપુલ સામ્રાજ્યના અધિપતિ હતા. એમનો ધર્મમાં ઘણી આસ્થા હતી. સંસારના સકળ સુખોને અસાર સમજી નિર્લેપભાવથી ઈન્દ્રિય સુખોને પરિત્યાગી એમણે વિમલવાહન મુનિની પાસે ચારિત્રધર્મ અંગીકાર કરી તપ સંયમની સાધના કરીને તીર્થંકર નામકર્મ ઉપાર્જિત કર્યું. લાંબા સમય સુધ સમતા, સંયમ અને સુખ-દુઃખ સહન કરવાની વૃત્તિ સાથે સાધના અને સમાધિપૂર્ણ જીવન-નિર્વાહ કરી તેઓ વૈજયંત વિમાનમાં અહમિન્દ્રના રૂપમાં પ્રગટ થયા. ત્યાંનું આયુષ્ય ભોગવી સિંહરથનો આત્મા વૈશાખ શુક્લ સાતમે પુષ્ય નક્ષત્રમાં રત્નપુરના મહાપ્રતાપી મહારાજ ભાનુની મહારામી સુવ્રતાના ગર્ભમાં આવ્યા. મહારામી સુવ્રત 14 મહાસ્પન્ન જોઈ ઘણી પ્રસ્ન્ન થઈ. ગર્ભવસ્થા પૂર્ણ થતા મહા શુક્લ તૃતીયાએ પુષ્ય નક્ષત્રમાં એમણે પુત્રરત્નને જન્મ આપ્યો. ઘણાં હર્ષોલ્લાસથી પુત્રનો જન્મોત્સવ ઉજવવામાં આવ્યો. બાળકના ગર્ભમાં રહેવાના સમયે માતાને ધર્મ-સાધનાની ઉત્તમ ઉત્કટ ઈચ્છા થતી રહી, માટે બાળકનું નામ ધર્મનાથ રાખ્યું.
ધર્મનાથ યુવાન થતા પિતાની અભિલાષા પૂર્ણ કરવા માટે વિવાહ સંબધમાં બંધાયા પછી 2 લાખ 50 હજાર વર્ષોની વયે રાજ્યભાર સંભાળ્યો હતો. 5 લાખ વર્ષ સુધી સુચારરૂપે રાજ-કાજ કર્યા પછી દીક્ષા લેવા માટે તત્પર થયા. લોકાંતિક દેવોનો આગ્રહથી ધર્મનાથે વર્ષીદાન આપી એક હજાર રાજઓની સાથે બેલેની તપસ્યા કરતા-કરતા મહા શુક્લ તેરશના પુષ્ય નક્ષત્રમાં દીક્ષા લીધી. બીજા દિવસે સોમનસ નગરમાં ધર્મસિંહ રાજાને ત્યાં પરમાન્નથી પારણું કર્યું.
દીક્ષા ગ્રહણ કર્યા પછી ભગવાન ધર્મનાથે વિકટ પરિસ્થિતિઓને વેઠીને 2 વર્ષ સુધી છદ્મસ્થચર્યામાં વિચરણ કર્યું. એ પછી દીક્ષાસ્થળે જઈ દધિપર્ણ વૃક્ષની નીચે ધ્યાનમગ્ન થઈ શુક્લધ્યાનથી ક્ષપકશ્રેણીકર્મનો નાશ કરવાની પરિવાટીનું આરોહણ કરીને પોષ શુક્લ પૂનમના દિવસે પુષ્ય નક્ષત્રમાં ઘાતીકર્મોનો અંત આણી કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત કર્યું. કેવળી બની વિશાળ સમવસરણમાં ઉપદેશ આપતા ભગવાન ધર્મનાથે કહ્યું : “તમે તમારા અંતરના વિકારો સાથે”