Vivo V23 5G ને તેના યુઝર્સ તરફથી જોરદાર રિસ્પોન્સ જોવા મળી રહ્યો છે. આ સ્માર્ટફોન ગ્રાહકોના બજેટમાં આસાનીથી ફિટ થવાની સાથે માર્કેટમાં તેની ખરીદીની સાથે કંપની તરફથી જોરદાર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ફ્લિપકાર્ટ આ સ્માર્ટફોનની ખરીદી પર ઓફર્સ જાહેર કરી છે. જેમાં આ સ્માર્ટફોનની ખરીદી પર ફ્લિપકાર્ટ પર મોટું ડિસ્કાઉન્ટ મળશે. માટે આ સ્માર્ટફોન ખરીદવાની ઈચ્છા રાખતા લોકોને ઑફર્સ અને તેના ફીચર્સ વિશેથી માહિતગાર કરીશું.
ડિસ્કાઉન્ટની વાત કરીએ તો, મૂળ કિંમત 34,990 રૂપિયાના સ્માર્ટફોન ફક્ત 29,990 રૂપિયામાં ઓફર કરવામાં આવી રહી છે. જેમાં 14 ટકાનું ડિસ્કાઉન્ટ સાથે ગ્રાહકો હજારો રૂપિયા બચાવી શકે છે. જો તમે પણ આટલી મોટી બચત કરવા માંગો છો તો તમારા માટે આ શ્રેષ્ઠ તક છે.
આ Vivo સ્માર્ટફોનમાં 6.44-ઇંચની સ્ક્રીન છે. જેનું રિઝોલ્યુશન 1080×2400 પિક્સલ છે. જો આપણે પ્રોસેસર વિશે વાત કરીએ તો આ સ્માર્ટફોનમાં તમને એક મજબૂત પ્રોસેસર ઓફર કરવામાં આવ્યું છે જે મીડિયાટેક ડાયમેન્સિટી 1200 ઓક્ટા કોર છે. કંપનીએ આ સ્માર્ટફોનમાં 64 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા, 8 મેગાપિક્સલનો સેકન્ડરી કેમેરા અને 2 મેગાપિક્સલનો ત્રીજો કેમેરો સેન્સર આપ્યો છે. સેલ્ફી માટે પહેલો કેમેરો 50 મેગાપિક્સલનો છે અને બીજો કેમેરો 8 મેગાપિક્સલનો સેન્સર છે. આગળ બેટરીની વાત કરીએ તો, આ સ્માર્ટફોનમાં 4200 mAhની બેટરી છે, જેમાં 44W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મેળવે છે. તમને જણાવી દઈએ કે બેટરી માત્ર 30 મિનિટમાં 1-68 ટકા સુધી ચાર્જ કરવાની ક્ષમતા ધરાવે છે.