December 23, 2024
Jain World News
BusinessOtherShare Market

ITR ફોર્મના નવા નિયમો મુજબ ટેક્સ ભરનારે આપવી પડશે આ 9 માહિતી

આવકવેરા વિભાગે નાણાકીય વર્ષ 2021-22 અથવા મૂલ્યાંકન વર્ષ 2022-23 માટે આવકવેરા રિટર્ન ફોર્મ્સ સૂચિત કર્યા છે. નવા ITR ફોર્મ નિયમોમાં જણાવ્યાં પ્રમાણે કરદાતાઓએ હવે કેટલીક વધારાની માહિતી પણ આપવી પડશે. ત્યારે ITR ફાઇલ કરતી વખતે તેના ફોર્મ ભરવામાં કોઈ સમસ્યા ન જણાય તે માટે ચાલો જાણીએ આ 9 માહિતી વિશેની જાણકારી.

1) પેન્શનરો માટે ઉન્નત શ્રેણી

ITR ફોર્મમાં, પેન્શનરોએ પેન્શનના સ્ત્રોત વિશે માહિતી આપવી પડશે. પેન્શનરોએ નેચર ઓફ એમ્પ્લોયમેન્ટ ડ્રોપ-ડાઉન મેનૂમાં કેટલાક વિકલ્પોમાંથી એક પસંદ કરવાનું હોય છે. તેમાં કેન્દ્ર સરકારના પેન્શનરો માટે CG પેન્શનરો પસંદ કરવાનું રહેશે. ત્યારે રાજ્ય સરકારના પેન્શન માટે SC પેન્શનરો પસંદ કરવું જરૂરી છે. ઉપરાંત જાહેર ક્ષેત્રની કંપનીમાંથી પેન્શન મેળવતા હોય તો પેન્શનરો – PSU પસંદ કરવું. અંતે બાકીનાં પેન્શનરોએ અન્ય વિકલ્પ પસંદ કરવાનો રહેશે.

2) EPF ખાતામાં કરપાત્ર વ્યાજની ઘોષણા

EPFમાં એક વર્ષમાં 2.5 લાખ રૂપિયાથી વધુનું યોગદાન આપનારે વધારાના યોગદાન પર મળેલા વ્યાજ પર ટેક્સ ચૂકવવો પડશે. જેનો ઉલ્લેખ ITR ફોર્મમાં કરવાનો રહેશે.

3) જમીન-મકાનની ખરીદી અથવા વેચાણ તારીખ

જો તમે 1લી એપ્રિલ 2021 થી 31મી માર્ચ 2022 વચ્ચે કોઈ જમીન ખરીદી કે વેચી હોય તો આ વર્ષથી તમારે તારીખની માહિતી પણ આપવી પડશે. તમારે ITR ફોર્મમાં કેપિટલ ગેન્સ હેઠળ ખરીદી અથવા વેચાણની તારીખનો ઉલ્લેખ કરવો આવશ્યક છે.

4) જમીન-મકાનના નવીનીકરણની વાર્ષિક માહિતી

જમીન અથવા મકાનના નવીનીકરણ અને સુધારણા પાછળ ખર્ચવામાં આવેલ રકમની વાર્ષિક ધોરણે માહિતી આપવી અને લાંબા ગાળાના મૂડી લાભ પર પહોંચવા માટે આ ખર્ચ વેચાણ કિંમતમાંથી બાદ કરવો પડશે.

5) એક્વિઝિશનની વાસ્તવિક કિંમત

કેપિટલ ગેઈનની જાણ કરતી વખતે અત્યાર સુધી માત્ર ઈન્ડેક્સ કોસ્ટનો ઉલ્લેખ કરવાની જરૂર હતી. પરંતુ આ વર્ષથી તમારે ઈન્ડેક્સ કોસ્ટ તેમજ મૂળ ખર્ચ પણ ચૂકવવાની જરૂર પડશે.

6) રહેણાંક સ્થિતિને સમર્થન આપવા માટે વધારાની માહિતી

ITR ફાઇલ કરતી વખતે તમારે તમારી રહેણાંક સ્થિતિ જણાવવી જરૂરી છે. આ વર્ષે જો તમે ITR-2 અથવા ITR-3 ફોર્મ ફાઇલ કરતાં સમયે રહેણાંક સ્થિતિને સમર્થન આપતાં વિકલ્પ પસંદ કરવાં પડશે. અગાઉ ITR ફોર્મમાં રહેણાંકનું સ્ટેટસ પૂછવામાં આવતું હતું. જો કે, આ વર્ષે યોગ્ય રહેણાંક સ્થિતિ સુનિશ્ચિત કરવા માટે ખૂબ જ સચોટ માહિતી લેવામાં આવી રહી છે.

7) ESOPs માં કર સ્થગિત કરવા બાબતે માહિતી

2020 ના બજેટમાં જાહેર કર્યુ કે, સ્ટાર્ટઅપના કર્મચારીઓ ભવિષ્ય માટે તેમના દ્વારા મેળવેલા ESOPs પર કર મોકૂફ કરી શકે છે. જેમાં કેટલાક નિયમો અને શરતો પણ છે. કરદાતાએ નાણાકીય વર્ષ 2020-21માં વિલંબિત કરની રકમ, 2021-22માં બાકી રહેલો કર તેણે કંપનીનો કર્મચારી બનવાનું બંધ કર્યું તે તારીખ, વિલંબિત કરની રકમ જેવી વિગતો આપવી પડશે.

8) વિદેશી સંપત્તિ અને કમાણી

કોઈ વ્યક્તિની વિદેશમાં સંપત્તિ છે અથવા તેણે વિદેશમાંથી કોઈ સંપત્તિ પર ડિવિડન્ડ અથવા વ્યાજ મેળવ્યું છે તો ITR ફાઇલ કરતી વખતે માહિતી આપવી જરૂરી છે. આ માટે ITR ફોર્મ-2 અને ITR ફોર્મ-3 નો ઉપયોગ કરી શકાય છે.

9) ભારત બહાર વહેંચાયેલી મિલકત

ભારત દેશ બહાર વહેંચાયેલી મિલકતની તમામ વિગતો જેમ કે ખરીદનાર અને મિલકતનું સરનામું વગેરે આપવાની રહેશે.

Related posts

અમુલ દુધના ભાવ । મધર ડેરી પછી અમુલનું દુધ પણ થયું મોંઘુ, જાણો કેટલો થયો વધારો

admin

હવે CSC કરશે પોસ્ટ ઓફિસનું આ કામ, ગ્રામિણ લોકોને પોસ્ટ અને સ્પીડ પોસ્ટ માટે દૂર જવાની સમસ્યા ટળી

admin

સપનાનું ઘર ખરીદવું થયું મોંઘુ, પરંતું હજુ પણ છે મોકો

admin

Leave a Comment