આજના ડિજિટલ યુગમાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શનની પ્રવૃતિ વધુ થાય છે. ત્યારે ઓનલાઈન મની ટ્રાન્સફરના અલગ અલગ માધ્યમનો ઉપયોગ કરીને લોકો પોતાના પૈસાનો વ્યવહાર કરે છે. જેમાં ગૂગલ પે એ ભારતની લોકપ્રિય ઑનલાઇન પેમેન્ટ એપ્લિકેશન માથી એક છે. મોટાભાગના લોકોના ફોનમાં Google Pay એપ્લિકેશન જોવા મળશે. આમ દરેક વ્યક્તિ પોતાના કોન્ટાક્ટમાં આવતા મિત્રો, પરિવાર, સ્થાનિક સ્ટોર અથવા થર્ડ પાર્ટી એપ્લિકેશનોમાંથી પૈસા મોકલવા અથવા પ્રાપ્ત કરવા માટે Google Pay માધ્યમનો ઉપયોગ કરે છે. ટ્રાન્ઝેક્શન કર્યા પછી એપ્લિકેશન દ્રારા રિવોર્ડ આપવામાં આવે છે.
દરેક એપ્લિકેશનમાં કરવામાં આવતા તેના ટ્રાન્ઝેક્શનની હિસ્ટ્રી જે તે એપમાં જોવા મળે છે. જેનાથી ટ્રાન્ઝેક્શનની પ્રક્રિયા પૂર્ણ થયા પછી યુઝર્સ તેના પેમેન્ટ વ્યવહારની તેમાં નિહાળી શકે. અમુક લોકો પોતાની વ્યવહારની હિસ્ટ્રી યથાવત ન રાખીને ડિલીટ કરવા પ્રયત્ન કરતાં હોય છે. માટે Google Pay નાં માધ્યમથી કરવામાં આવેલ ટ્રાન્ઝેક્શનની હિસ્ટ્રીને કઈ રીતે ડિલીટ કરી શકાય તે વિશે જાણીએ.
- સૌ પ્રથમ Google Chrome બ્રાઉઝર ઓપન કરવું
- પછી myaccountgoogle.com ટાઈપ કરીને આગળ વધવું.
- ત્યારબાદ જો તમારું Google અકાઉન્ટમાં સાઇન ઇન ન હોય તો તેન લોગઈન કરવું. આમ આ દરમિયાન તમારે નોંધ લેવી કે તમે જે ઈ-મેલથી તમારું Google અકાઉન્ટ ઓપન કર્યું છે તેજ ઈમેલ આઈડી અને પાસવર્ડ થકી ગૂગલ એકાઉન્ટમાં સાઈન ઈન કરવાનું રહેશે.
- આ પછી તમે તમારા Google અકાઉન્ટ પર પહોંચશો.
- જ્યારે તમારું ગૂગલ અકાઉન્ટ ઓપન થશે, ત્યાર બાદ ડેટા એન્ડ પર્સનલાઇઝેશન ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
- આગળ માય એક્ટિવિટી ઓપ્શન બટન પર ક્લિક કરવું.
- માય એક્ટિવિટી ખોલ્યા બાદ એમાં તમારો ટ્રાન્ઝેક્શન પસંદ કરો.
- માય એક્ટિવિટી ખોલવાથી તેમાં તારીખ પ્રમાણેના તમારા ટ્રાન્ઝેક્શનની વિગતો તમને જોવા મળશે. જેમાંથી તમે જે હિસ્ટ્રી ડિલીટ કરવાં ઈચ્છો છો તેને સિલેક્ટ કરવી.
- હિસ્ટ્રી સિલેક્ટ કર્યા પછી ગૂગલ પે વિકલ્પ પર જવું.
- અંતે ગૂગલ પે વિકલ્પ પસંદ કરી ડિલીટ વિકલ્પ પર ક્લિક કરતાં તમારી હિસ્ટ્રી નીકળી જશે