ડિજિટલ યુગમાં Smartphone નો વપરાશ વધ્યો છે. ત્યારે મોટાભાગની કંપની પોતાની જાહેરાતને ડિજિટલમાં રાખીને પોતાના ગ્રાહકોને આકર્ષતાં હોય છે. સ્માર્ટફોન વપરાશ કરતાંને તેમના ફોનમાં તેમની જરૂરિયાત મુજબની જાહેરાત જોવા મળતી હોય છે. તેની પાછળનું કારણ છેકે, મોબાઈલ કંપની દ્રારા આપણી એક્ટીવીટીને મોનિટાઈઝ કરીને આપણી વાત, ફોનમાં વાપરતાં એપ અને ફોનમાં કરવામાં આવતી દરેક પ્રવૃતિની નોંધ લેવામાં આવતી હોય છે. એટલે ક્યારેક તમે અનુભવ્યું હશે કે, હમણાં જ એક સ્માર્ટ વોચની વાત કરતાં હતાં ને એની જાહેરાત તમને તમારા ફોનમાં જોવી મળી હોય. આમ આપણી દરેક એક્ટીવીટીની નોંધ લેવામાં આવતી હોવાથી એને અનુરૂપ જાહેરાતનો વરસાદ થતો હોય છે. પરંતું હવે જાહેરાતમાં એટલી હદે વધારો થયો છે કે, ફોનનો ઉપયોગ કરતાં તેનાંથી કંટાળો અનુભવી રહ્યાં છે. તેવામાં આ જાહેરાતોને કઈ રીતે અટકાવી શકાય એ વિશે વાત કરીએ. એમાં પણ ખાસ કરીને, iPhone યુઝર્સને પોતાના ફોનમાં આવતી જાહેરાતને બ્લોક કરવાની વિગતે જાણકારી મેળવીએ.
આપણાં ફોનમાં જ્યારે કોઈ નવી એપ ડાઉનલોડ કરવામાં આવે છે ત્યારે તેને ખોલતાની સાથે જ તમને સૂચના મળશે કે, શું તમે એપને અન્ય કંપનીઓની એપ અને વેબસાઇટ્સ પર તમારી પ્રવૃત્તિને ટ્રૅક કરવાની મંજૂરી આપવા માગો છો. આમ આ પ્રવૃત્તિને અટકાવા માટે “એપ્લિકેશનને ટ્રૅક ન કરો” પર ટેપ કરીને એપ્લિકેશન ટ્રેકિંગને બંધ કરી શકો છો. જેનાં વિશેની સંપૂર્ણ જાણકારી સ્ટેપ બાય સ્ટેપ મેળવીએ.
iPhone 13, iPhone 12 અને વધુ પર એપ ટ્રેકિંગને કેવી રીતે બંધ કરવાની રીત :
- તમારા ડેટાને ટ્રૅક કરતી અને તમારી ગોપનીયતાને સાચવતી એપને બ્લૉક કરવા માટે, તમારે પહેલા તમારા iPhoneના સેટિંગમાં જવાની જરૂર છે.
- તે પછી પ્રાઈવસી ઓપ્શન પર જઈને ટ્રેકિંગના ઓપ્સન પર જાઓ.
- તમારે ફક્ત એપ્સને ટ્રૅક કરવાની વિનંતી કરવાની મંજૂરી આપવાનું બંધ કરવાનું છે. તે તમારી માહિતી માટે પૂછતી તમામ નવી એપ્લિકેશનોને આપમેળે અવરોધિત કરશે.
- પ્રી-ડાઉનલોડ કરેલી એપ્સ પર ટ્રેકિંગને બ્લોક કરવા માટે, તમે એપ્સની યાદીમાં ટ્રેકિંગ વિકલ્પ હેઠળ જોશો કે જેણે તમારી પ્રવૃત્તિને ટ્રૅક કરવા માટે પરવાનગીની વિનંતી કરી છે.
- વપરાશકર્તાઓએ નોંધ લેવી જોઈએ કે આનો અર્થ એ નથી કે જાહેરાતો અદૃશ્ય થઈ જશે. આ તમને ફક્ત તે ઉડાઉ જાહેરાતો જોવામાં જ મદદ કરશે જે તમે ઑનલાઇન તપાસી હશે.