સરકારી યોજના હેઠળ લોન લેવામાં સરળતા રહે તે માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ક્રેડિટ-લિંક્ડ અર્થે Jan Samarth Portal લોન્ચ કર્યું. આ પોર્ટલના માધ્યમથી 13 જેટલી સરકારી યોજનાનો લાભ લેવા ઓનલાઈન અરજી કરી શકાય છે. ત્યારે શિક્ષણ, કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, બિઝનેસ જેવી ચાર કેટેગરી માટે લોન સુવિધા આપવામાં આવશે. ઉપરાંત તેમાં સ્ટાર્ટ-અપ અને આજીવિકા લોનનો સમાવેશ થાય છે.
જન સમર્થ પોર્ટલના માધ્યમ થકી જ લોનની અરજીથી લઈને તેની મંજૂરી સુધીની તમામ કામગીરી ઓનલાઈન કરવામાં આવશે. આ સાથે અરજદારો Jan Samarth Portal પર તેમની લોનની સ્થિતિ પણ ચકાસવી શકે છે. ઉપરાંત અરજદારો લોન ન મળવા માટે તેઓ ઓનલાઈન ફરિયાદ પણ કરી શકવાની સુવિધા પણ આ પોર્ટલ પર કરવામાં આવી છે. બીજું, અરજદારની ફરિયાદનો ત્રણ દિવસમાં નિકાલ કરાશે. નિષ્ણાતોના મતે જન સમર્થ પોર્ટલ પર અરજદારની સાથે, બેંકો અને વિવિધ નાની-મોટી ધિરાણ સંસ્થાઓ પણ ઉપલબ્ધ હશે
13 ક્રેડિટ લિંક્ડ સરકારી યોજનાઓ એક જ પ્લેટફોર્મ પર જોડાયેલ રાખવા સરકાર દ્રારા જન સમર્થ ડિજિટલ પોર્ટલ બહાર પાડ્યું છે. જેમા ડિજિટલ માધ્યમ થકી લાભાર્થીઓ તેમની યોગ્યતા મુજબ લાભ લઈ શકશે. આમ યોજનાનો લેવા ઈચ્છૂકે ઓનલાઈન અરજી કરવાની રહેશે. પછી અરજી કર્યાની તમામ વિગત અરજદાર ઓનલાઈન તપાસ કરી શકશે. આ સમગ્ર મામલમાં જો અરજદારને કોઈ વાંધો કે દૂવિધા ઊભી થાય તો તે ફરિયાદ પણ કરી શકે છે. આમ અરજદારની ફરિયાદનો ત્રણ દિવસમાં નિકાલ કરવાનો રહેશે.