સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)એ રાજસ્થાનના CM Ashok Gehlot નાં ભાઈ અગ્રસેનના ઘર સહિત અન્ય કેટલાંક સ્થળોએ દરોડા પાડ્યા હતાં. અગ્રસેનના જોધપુર સિવાયના મંડોરમાં આવેલા તેમના ઘરે સીબીઆઈના અધિકારીઓ પહોંચ્યાં હતાં. જેમાં ખાતર કૌભાંડ મામલે તપાસને લઈને સીબીઆઈની ટીમ કાર્યવાહી હાથ ધરી હતી.
ખેડૂતોને પૂરો પાડવાનો ખાતરના જથ્થાની નિકાસ અગ્રસેન દ્વારા કથિત રીતે કરવામાં આવ્યું હોવાના કૌભાંડમાં સીબીઆઈએ અગ્રેસનના ઘરે રેડ મારી હતી. જે કૌભાંડ 2007-09ના વર્ષ થયો હોવાનું જણાંય છે. ઉપરાંત ખાતર પર સબસિડીનો પણ દાવો કરવામાં આવ્યો હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. આ કૌભાંડમાં રાજસ્થાન ઉપરાંત ગુજરાત, પશ્ચિમ બંગાળ સહિતના 16 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. વિદેશમાં ખાતરની નિકાસ કરવાથી અગ્રસેન પર 60 કરોડનો દંડ ફટકારેલો. આ મામલે ઈડી દ્રારા પણ દરોડા પાડવામાં આવ્યાં હતાં. ત્યારે ગયાં વર્ષે અગ્રસેનની સાત કલાક પૂછપરછ પણ કરવામાં આવી હતી.
પ્રાપ્ત વિગત મુજબ, ઈન્ડિયા પોટાશ લિમિટેડના અધિકૃત ડીલર અગ્રસેન ગેહલોત તેમજ અન્ય વ્યક્તિ પર રેડ કરીને માહિતી એકત્ર કરવામાં આવી રહે છે. ખેડૂતો માટેના મ્યુરેટ ઓફ પોટાશન જથ્થો દક્ષિણ આફ્રિકા, સાઉદી અરબ અને અન્ય દેશોમાં ઔદ્યોગિક મીઠા તરીકે નિકાસ 2007-09માં કરવામાં આવી હતી. આ સાથે ખાતર પર આપવામાં આવતી સબસીડી પચાંવીના આરોપ એજન્સીએ કર્યો છે. ઉપરાંત એજન્સીનું કહેવું છે કે, ખોટી રીતે કંપનીઓ ઉભી કરીને સબસિડીની રકમ મેળવી હોવાનું જાણવું મળ્યું છે.