ઈન્ડિયન પ્રિમિયમ લીગ (IPL)ના મીડિયા રાઈટ્સ રૂ. 43000 કરોડમાં વેચાયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આગામી પાંચ વર્ષના સમયગાળા માટે ટીવી અને ડિજિટલના રાઈટ્સ વેચાયાં છે. જેમાં વર્ષ 2023 થી 2027ના સમયગાળા માટે ટીવીના રાઈટ્સ 57.5 કરોડ અને ડિજિટલ રાઈટ્સ 48 કરોડ રૂપિયામાં વેચાયાં છે. આમ જોવા જઈએ તો, ટીવી રાઈટ્સની બેઝ કિંમત 49 કરોડ અને ડિજિટલ રાઈટ્સની બેસ કિંમત 33 કરોડ રૂપિયા હતી. પેકેજ એ અને પેકેજ બી કુલ મળીને આ રાઈટ્સ 43000 કરોડ રૂપિયાથી વધારેની કિંમતે વેચાયા છે. જેમાં પ્રતિ મેચના ટીવી અને ડિજિટલના રાઈટ્સ 105.5 કરોડ રૂપિયા નક્કિ કરવામાં આવ્યાં છે. પરંતુ કઈ કંપની દ્રારા ખરીદ્યા છે તેની જાહેરાત કરાઈ નથી.
બંને પેકેજ બે અલગ અલગ કંપનીઓએ દ્રારા ખરીદ્યા હોવાનું રીપોર્ટમાં જણાયું છે. જેમાં ટીવી માટે પેકેજ એ અને ડિજિટલ માટે પેકેજ બી છે. ત્યારે ટીવી માટેના રાઈટ્સ પ્રતિ મેચે રૂપિયા 57.5 કરોડ છે. જ્યારે પ્રતિ મેચના રૂપિયા 50 કરોડ લેખે ડિજિટલ રાઈટ્સ હોવાનું જણાયું છે. જોકો, હજી બોલીની વિગતો જાહેર કરવામાં આવી નથી. પરંતું ટીવી અને ડિજિટલ રાઈટ્સ માટે પ્રતિ મેચની કિંમત 107.5 કરોડ રૂપિયા થાય છે.
2017માં રૂ. 16347.50 કરોડની બોલી સાથે સ્ટાર ઈન્ડિયાએ 2017થી 2022 સુધીનાં IPLના રાઈટ્સ ખરીદેલા
જોકો, તેની તુલનાએ આ વખતે IPL ના મીડિયા રાઈટ્સમાં અઢી ગણો વધારો થયેલો જોવા મળે છે. જ્યારે તેને સોની પિક્ચર્સને પાછળ રાખી દીધું છે. આ કરાર થવાની સાથે IPLની કિંમત આશરે રૂ.50 કરોડ થશે. જ્યારે 10 વર્ષના સમયગાળા માટે સોની પિક્ચર્સ નેટવર્કે 2008માં રૂ. 8200 કરોડની બોલી લગાવીને IPL મીડિયા રાઈટ્સના હકદાર બન્યાં હતાં.