વિશ્વની ટોપ 10 ફિલ્મમાં સામેલ એસ.એસ.રાજામૌલીની RRR ફિલ્મનો નેટફ્લિક્સ ઉપર દબદબો જોવા મળી રહ્યો છે. ત્યારે RRR ફિલ્મનો 57 દેશોમાં Netflix ની ટોચની 10 ફિલ્મોમાં પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. જેમાં જર્મની, યુકે, અમેરિકા, બ્રાઝિલ, અને ઈટલીથી શરૂ કરીને દક્ષિણ આફ્રિકા, યુએઈ, ઈંન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા, થાઈલેન્ડ અને ન્યુઝીલેન્ડનો સમાવેશ થાય છે.
એનટીઆર, રામચરણ, અજય દેવગન અને આલિયા ભટ્ટ સ્ટારકાસ્ટે ફિલ્મમાં અદભૂત એક્ટિંગ કરી છે. ત્યારે વર્ષની સૌથી લોકપ્રિય ફિલ્મોમાં તેની ગણના થાય છે. RRR એ સતત 2 અઠવાડિયા સુધી નોન-ઈગ્લિશ મૂવીમાં ગ્લોબલી ટોપ 10માં સ્થાન મેળવતાં 25.5 મિલિયનથી વધુ કલાકો સુધી તે નીહાળવામાં આવી છે. નેટફ્લિકસ ઉપર ફિલ્મની નેટફ્લિક્સ પરની સફળતાને જોતા ડાયરેક્ટર રાજામૌલીએ જણાવ્યું કે, ’દર્શકોએ એક વાર ફરીથી RRR પ્રત્યે પોતાના પ્રેમને સાબિત કર્યો છે. વિશ્વભર માંથી ફિલ્મને ખૂબજ સારી પ્રતિક્રિયા મળતા આશ્ચર્યજનક લાગી રહ્યું છે ત્યારે અમારી આ સફળતા એક સ્વપ્ન સમાન છે. આમ RRR ને નેટફ્લિકસ ઉપર મળેલી પ્રતિક્રિયાથી દર્શકોનો આભાર માનીયે છીએ.
જ્યારે ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ ફિલ્મ એ એક મહિનામાં જ નેટફ્લિકસ પર ગ્લોબલ ટોપ 10માં પ્રથમ સ્થાન મેળવું છે. ત્યારબાર બીજી ભારતીય ફિલ્મ RRR નું હિન્દી વર્ઝ જોવા મળે છે. ઉપરાંત આ અઠવાડિયાની નોન ઈંગ્લિશ ફિલ્મોની વૈશ્વિક યાદીમાં RRR સિવાય જર્સી, ગંગુબાઈ કાઠિયાવાડી અને તુલસીદાસ જૂનિયર સામેલ થાય છે. નોંધનીય છે કે, નેટફ્લિકસ ઉપર ગ્લોબલ નોન ઈંગ્લિશ ટોપ 10માં પ્રદર્શિત થનારી અડધી ફિલ્મો ભારતની હતી. આમ વર્ષ 2021માં ગ્લોબલ ટોપ 10ના લોન્ચ પછી વૈશ્વિક સ્તરે કોઈ પણ દેશ માટે આ પહેલી તક હતી.