-
સાદગી ભર્યા પાત્રની સાથે જોવા મળશે જોરદાર કોમેડી, Panchayat સિઝન 1-2 ટ્રેન્ડમા
એમેઝોન પ્રાઈમ પરની Panchayat વેબ સિરીઝની પ્રથમ સિઝન કોરોના મહામારી દરમિયાન રીલિઝ કરવામાં આવી હતી. પંચાયત વેબ સિરીઝ મનોરંજનથી ભરપૂર છે. ત્યારે કોરોનાના સમયકાળમાં લોકોને તે નિહાળવું વધુ ગમી. ખાસ કરીને સિરીઝના પાત્રો પ્રધાન પતિ, અભિષેક ત્રિપાઠી, પ્રધાનજીએ સિરીઝમાં ઉમદા એક્ટિંગ કરેલી. જેમાં ગ્રામીણ જીવનની સાદાય અને તેમના જીવનને ઉજાગર કરવાની સીખ આપતી વેબ સિરીઝ છે. Panchayat વેબ સિરીઝની પ્રથમ સિઝન જોયાં બાદ દર્શકો તેની બીજી સિઝનની આતુરતાંથી રાહ જોઈ રહ્યાં હતાં. જેની બીજી સિઝન પણ એમેઝોન પર ઉપસ્થિત છે.
Panchayat વેબ સિરીઝમાં ઉત્તરપ્રદેશના એક ગામની સ્ટોરી રજૂ કરવામાં આવી છે. સિરીઝમાં ગામનું નામ ફુલેરા છે. હવે સિરીઝની સ્ટોરીની વાત કરીએ તો, અભિષેક ત્રિપાઠી પાત્ર ભજવનારને ફુલેરા ગામમાં Panchayat સચિવ તરીકે નોકરી મળે અને તે ગામમાં આવીને Panchayat માં રહેવા લાગે છે. શરૂઆતના તબક્કામાં અભિષેક ત્રિપાઠી ગ્રામીણ સંસ્કૃતિ અને જીવનશૈલીથી ટેવાયેલા ન હતાં. આમ અનેક પડકારોની સાથે મહિનાઓ સુધી ફુલેરા ગામમાં રહ્યાં પછી તેમને પણ ગ્રામીણ જીવન માફક આવી ગયું હતું. પરંતુ તેમના ચહેરા પર સંપૂર્ણપણે ખૂશી હજુ વર્તાઈ ન હતી. અભિષેક Panchayat સચિવ હોવાની સાથે ગ્રામપંચાયતમાં રહીને એમબીએની તૈયારી કરે છે. પરંતું પ્રથમ પ્રયાસે તેઓ સફળ થતાં નતી. જ્યારે બીજી સિઝનમાં પણ અભિષેક એમબીએની તૈયારી શરૂ રાખી હતી. આ સાથે પ્રધાનજી પરિવાર સાથે સંબંધો, ગ્રામીણ સમસ્યાઓ, ગામનું જીવન અભિષેકનાં જીવનનો એક ભાગ બની ગયાં હતા.
Panchayat ની પ્રથમ સિરીઝ બાદ લોકો તેની બીજી સિરીઝને પણ વધુ પસંદ કરી રહ્યાં છે. સિરીઝમાં ગામની સદાય, ગ્રામીણ લોકોનું જીવનધોરણ, પ્રધાન અને સચિવની કાર્યવાહિ ઉપરાંત જીવનના દરેક ઉતાર ચડાવને સાક્ષાત કરતી વેબ સિરીઝ છે. સિરીઝમાં બતાવેલ એપિસોડમાં સમાજમાં જાગૃતિ લાવવા પર વધુ ભાર મુકવામાં આવ્યો છે.
Panchayat સિઝનની બીજી સિરીઝમાં પણ રસપ્રદ પાત્રો અને ગામના રોજિંદા જીવનનું નજરાણું જોવા મળે છે. ગામના લોકો પોતાના જીવનમાં વ્યસ્ત છે. સિરીઝ એકદમ સહજ અને સાહજિક રીતે રજૂ કરવામાં આવી છે. સિરીઝમાં જોવા મળતાં રમુજ સીનથી લોકોને તે વધુ પસંદ આવી છે. સ્ટોરીને જેવી સાદાયથી રજૂ કરવામાં આવી છે કે, જે લોકોને અંત સુધી જોડાયેલ રાખે છે. સિઝન 2 નાં અંતમાં બતાવેલ એપિસોડમાં દર્શકોને રડવા પર મજબૂર કરી દીધા હતાં. આમ Panchayat વેબ સિરીઝમાં બતાવવામાં આવેલ સ્ટોરી એ ગ્રામીણ ક્ષેત્રની વાસ્તવિક્તાં રજૂ કરી હતી.