આધાર અને પાન કાર્ડના લિંક કરાવવાની પ્રક્રિય ચાલું છે. ત્યારે 31 માર્ચ, 2022 થી વધારીને 31 માર્ચ, 2023 સુધીમાં આધાર અને PAN લિંક કરાવવું આવશ્યક છે. આ દરમિયાન તમારું PAN એક્ટિવ રહેશે પરંતુ 1લી એપ્રિલ 2022 પછી આધાર-PAN લિંક કરાવવાનાં પૈસા ચૂકવવાં પડશે. આ બાબતે CBDT ની જાહેર કરવામાં આવેલી સૂચનામાં જણાવ્યું હતું. ત્યારે 30 જૂન અને 1 જુલાઈ પછી PAN-આધાર લિંક કરાવવાથી અનુક્રમે 500 અને 1000 રૂપિયા ચૂકવવાં પડશે. જો કે, જેમણે 31 માર્ચ, 2023 સુધી તેમના આધાર-PAN લિંક કર્યા નથી, તેઓ તેમના PANનો ઉપયોગ કરવાનું ચાલુ રાખી શકે છે. એટલે કે , તમે તમારા પાન કાર્ડનો ઉપયોગ કરીને આવકવેરા રિટર્ન ફાઇલ કરી શકો છો અને રિફંડની પ્રક્રિયા કરી શકો છો .
CBDT પરિપત્ર :
સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) નાં પરિપત્ર મુજબ આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 234H હેઠળ નિર્ધારિત ફીના સંદર્ભમાં આવકવેરાના નિયમો 1962માં સુધારો કર્યો છે. જેમાં આધાર અમે પાન લિંક ન કરાવેલાં લોકોને 31 માર્ચ, 2023 સુધીમાં લિંક કરાવવાની વધુ એક તક આપી છે. પરંતુ તેમાં પણ અમુક મર્યાદા સાથે ડંડ ભરવા પાત્ર છે. ત્યારે 31 માર્ચ, 2022 સુધીમાં આધાર-પાન લિંક ન કરાવતાં 500 થી 1000 રૂપિયા સુધીનો દંડ ભરવાં પાત્ર રહેશે. જેમાં 1 એપ્રિલથી આગામી ત્રણ મહિના એટલે કે 30 જૂન, 2022 સુધીમાં 500 રૂપિયા અને ત્યારબાદ 31 માર્ચ 2023 સુધીમાં PAN અને આધારને લિંક કરવા માટે 1000 રૂપિયાની ફી ચૂકવવી પડશે.
આવકવેરા કાયદાની કલમ 272B હેઠળ 10 હજાર રૂપિયાનો થશે દંડ :
31 માર્ચ 2023 સુધી આપવામાં આવેલી મર્યાદા દરમિયાન PANને આધાર સાથે લિંક ન કરાવતાં PAN કાર્ડ કામ કરશે. પરંતુ 31 માર્ચ, 2023 પછી લિંક ન કરાવ્યું તો બંધ થઈ જશે. જેથી PAN કાર્ડ નિષ્ક્રિય થતાં આવકવેરા કાયદાની કલમ 272B હેઠળ 10000 રૂપિયાનો દંડ થઈ પણ શકે છે.
PAN ને આધાર સાથે લિંક કરવાની રીત :
સૌપ્રથમ ઈન્કમ ટેક્સની વેબસાઈટ પર જવું. તેમાં આધાર લિંક પરના વિભાગ પર ક્લિક કરો. હવે તમારું આધાર કાર્ડનંબર, પાન કાર્ડ નંબર અને નામ દાખલ કરો. ત્યારબાદ Link Aadhaar ના વિકલ્પ પર ક્લિક કરો. આ પછી તમારા આધાર PAN લિંકની પ્રક્રિયા થઈ જશે. ઉપરાંત તમે SMS થકી પણ પાન કાર્ડને આધાર સાથે લિંક કરાવી શકો છો. જેના માટે તમારા ફોનમાં મેસેજ પર UIDPAN લખો અને પછી 12 અંકનો આધાર નંબર દાખલ કરો. પછી 10 અંકનો PAN નંબર ટાઈપ કરીને 5675678 અથવા 56161 પર મોકલવાનું રહેશે.