ગરમી ની ઋતુમાં સૂર્યના ધમધોકાર તાપના કારણે લોકો હાહાકાર પોકારી ઉઠ્યાં છે. ત્યારે સૂર્યના પ્રકોપથી લોકો બપોરના સમયે પોતાના ઘરની બહાર નીકળવાનું ટાળે છે. તેવામાં મગજની ટમરી બોલાવી નાખે તેવી ગરમી થી બચવા શરીરને હાઈડ્રેટેડ રાખવુ ખૂબ જરૂરી છે. માટે ઉનાળાની ઋતુમાં ગરમી થી રાહત મેળવવા ક્યાં ડ્રિંક્સ પીવાથી શરીરને ઠંડક મળે છે, તેનાં વિશે જાણવી.
ગરમી માં શરીરને પાણીની ખૂબ જ જરૂરિયાત સૌથી વધુ હોય છે. ત્યારે ફળોને પાણીમાં ભેળવી તે પીવાથી શરીરમાં હાઈડ્રેશન પાવર વધે છે. આપણાં સ્વાસ્થ્ય માટે ફળોનું પાણી ખૂબ જ લાભદાયક સાબિત થાય છે. ત્યારપછી જોવા જઈએ તો મોસ્ટ હાઈડ્રેટેડ ડ્રિંક્સમાં લીંબુ પાણીને સૌથી પહેલું પ્રાધાન્ય આપવામાં આવે છે. આમ શરીરમાં પાણીની અછત દૂર કરવાં માટે અને પુરતા પ્રમાણમાં વિટામીન સી મળી રહે તે માટે પાણીનાં ગ્લાસ બે લીંબુ અને ચપટી મીઠું નાખી પીવાથી શરીરને ખૂબ જ ઉપયોગી રહે છે.
બીજું, ઉનાળાની ઋતુમાં ગરમી થી રાહત મેળવવા માટે તમે આપના ડેઈલી રૂટીનમાં ગ્રીન ટી અથવા હર્બલ ટી પણ લઈ શકો છો. આમ આ ડ્રિંક્સ ગરમી માં સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક છે. ઉપરાંત નારિયેળ પાણી પીવાથી શરીરમાં બ્લડ પ્રેસર નિયંત્રણમાં રહે છે. નારિયેળ પાણી ગરમી માં એનર્જી ડ્રિંક્સ તરીકે સાબિત થાય છે. જેથી ઉનાળાની કાળઝાળ ગરમીમાં નારિયેળ પાણી પીવાથી થાક અનુભવાતો નથી.