વિશ્વભરમાં હ્રદયરોગ મૃત્યુંનું મુખ્ય કારણ બની રહ્યું છે. ઉંમરની સાથે હ્રદયરોગ નું જોખમ વધે છે. દર વર્ષે 17.3 મિલિયન લોકો હ્રદયરોગ નાં કારણે મૃત્યુ પામે છે. ત્યારે નિષ્ણાંતોએ ધારણા કરી છે કે, આ આંકડો 2030 સુધીમાં વધીને 23.6 મિલિયન થવાની સંભાવના છે. એમાં પણ નોંધ્યું છે કે, સિંગલ લોકોને સૌથી વધુ હ્રદયરોગ નું જોખમ રહે છે.
યુરોપિયન સોસોયટી ઓફ કાર્ડિયોલોજીમાં પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ, અપરણિત લોકો જે હ્રદયરોગ નાં દર્દી છે જેઓ રોગને નિયંત્રણ કરવામાં અસમર્થ રહ્યાં છે. જેની તુલનાએ પરણિત લોકો હ્રદયરોગને રોકવા વધુ સમર્થ થયા છે. ઉપરાંત જર્મનીની યુનિવર્સિટીની હોસ્પિટલ વુર્ઝબર્ગ ખાતે કોમ્પ્રીહેન્સિવ હાર્ટ ફેલ્યોર સેન્ટરના લેખક ડૉ. ફેકબિયન કેરવેગન કહે છે કે, સામાજિક સમર્થન લોકોને લાંબા ગાળાની પરિસ્થિતિઓનું સંચાલન કરવામાં ઘણી મદદ કરી શકે છે. આ સાથે તેમણે જણાવ્યું હતું કે, આ અભ્યાસમાં અપરિણીત દર્દીઓએ પરણિત દર્દીઓની સરખામણીમાં ઓછી સામાજિક ક્રિયાપ્રતિક્રિયા દર્શાવી હતી અને હ્રદય રોગના સંચાલનમાં આત્મવિશ્વાસનો અભાવ દર્શાવ્યો હતો.
એક્સ્ટેન્ડેડ ઈન્ટરડિસિપ્લિનરી નેટવર્ક હાર્ટ ફેલ્ચોરના અભ્યાસમા 2004 અને 2007 વચ્ચે હોસ્પિટલમાં દાખલ હ્રદયરોગના 1022 દર્દી માંથી 1008 દર્દીની વૈવાહિક સ્થિતિની જાણ કરતાં તેમાંથી 633 પરણિત અને 375 અપરણિત હતાં. ઉપરાંત તેમાંથી 96 કૂવારા અને 84 છૂટાછેડ વાળા હતાં. એટલે માનસિક તણાવમાં રહેલા યુવાનો કે જેઓ પરણિત નથી તેમની હ્રદયરોગથી મૃત્યું થવાની સંખ્યા વધુ જોવા મળે છે.