આ આસન માં શરીરની આકૃતિ મગર જેવી થતી હોવાથી તેનું નામ મકરાસન રાખવામાં આવ્યું છે. મકરાસન આસન પેટ પર સૂઈને કરવાનું આસન છે. પેટ પર એટલે કે, ઊંધા સૂઈને બંને હાથને બાજુમાં રાખવાના હોય છે. આ કરતી વખતે તમારી ડોકને તમારી અનુકૂળતા પ્રમાણે ડાબે કે જમણી બાજુ રાખી શકો છો.
મકરાસન કરવાની રીત :
- આ આસન માં સૌપ્રથમ ઊંધા સૂવાનું છે.
- આમ કર્યા પછી શ્વાસની ક્રિયાની સાથે બંને હાથને વારાફરતી કોણીમાંથી વાળીને માથાનાં ભાગે લઈ જવાના છે.
- પછી હથેળીઓને એકબીજા હાથ પર ઊલટી રાખીને બંને પગ વચ્ચે એકાદ ફૂટનું અંતર રહે તે પ્રમાણે પગ પહોળા કરવાં.
- શ્વાસોશ્વાસ કરીને કપાળ હથેળી પર રાખીને સંપૂર્ણ શરીરને બીલકૂલ તણાવ મુક્ત કરી દેવું.
- અંતે વિપરીત ક્રમમાં આસન છોડવું.
મકરાસન કરવાનાં ફાયદા :
- મકરાસન કરવાથી સમગ્ર શરીરને આરામ મળે છે.
- શ્વસન ક્ષમતામાં વધારો થવાની સાતે પેટના અવયવોને યોગ્ય મસાજ પણ મળે છે.
- મન શાંતી અનુભવે છે.
ધ્યાનમાં રાખવાની બાબતો :
- સગર્ભા મહિલાઓએ આ આસન ના કરવું.
- છાતી પર દબાણ ન આવે તે ધ્યાન રાખવું.
- પગના અંગૂઠા અને ઘૂંટણ જમીનને સ્પર્શે તેનું ધ્યાન રાખવું.