ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક પર મતદાર વિભાગમાં તા. 25 થી 28 નવેમ્બર સુધી પોસ્ટલ બેલેટથી મતદાન યોજાનાર છે. જેમાં સરકારી કર્મચારી જેઓ આ ચૂંટણી દરમિયાન પોતાની ફરજ બજાવવાના છે તેમને અને 12-ડી ફોર્મ ભરીને આપ્યું હોય તેવા કર્મચારીઓ સવારના નવથી સાંજના પાંચ કલાક દરમિયાન પાંચેય વિધાનસભા મતવિસ્તારમાં નિયત કરેલાં સ્થળોએ પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકશે.
કોઈપણ વ્યક્તિ પોતાના અમૂલ્ય મતાધિકારથી વંચિત ન રહી જાય તે માટે ચૂંટણી પંચ દ્વારા સુવ્યવસ્થિત સુવિધા પુરી પાડવામાં આવે છે. તેવામાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન પોતાના ફરજ બજાવતા કર્મચારીઓ મતદાન કરવામાં વંચિત ન રહે તે માટે તેમના માટે પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની સુવિધા આપવામાં આવે છે.
જ્યારે આગામી વિધાનસભાની ચૂંટણી માટે ગાંધીનગર વિધાનસભામાં આવતી પાંચ વિધાનસભા માટે તા.25 થી 28 નવેમ્બર દરમિયાન સરકારી કર્મચારીઓને મતદાન કરવા માટે નીયત સમયમાં બેલેટથી મતદાન કરવાની સુવિધા આપવામાં આવી છે. જેમાં દહેગામમાં 25 નવેમ્બરના રોજ જી.એમ.એન. આર્ટ્સ એન્ડ એમ.બી. પટેલ કોલેજ ઓફ કોમર્સ ગાંધીનગર દક્ષિણમાં 26 નવેમ્બરના રોજ ઈ.સી. વિભાગ, બ્લોક નંબર-2, સરકારી ઈજનેરી કોલેજ, સેક્ટર 28 ખાતે મતદાન કરાવાશે. માણસામાં તા. ૨૮મી નવેમ્બર,ના રોજ એસ.ટી.આર્ટસ એન્ડ બી.આર.કોર્મસ કોલેજ, માણસા ખાતે જ્યારે કલોલમાં તા. 26 અને 27મી નવેમ્બર દરમિયાન સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરૃકૂળ, સઇજ,કલોલ ખાતે પોસ્ટલ બેલેટથી મતદાન યોજાશે. આમ ઉપર જણાવેલ સ્થળ અને તારીખને ધ્યાનમાં રાખીને ગાંધીનગર વિધાનસભામાં બેલેટથી મતદાન કરવામાં આવશે.