April 9, 2025
Jain World News
AhmedabadJainismSparsh Mahotsav

Ahmedabad માં Girnar મહાતીર્થની અનુભૂતિ કરાવતા Sparsh Mahotsav માં પદ્મભૂષણ શ્રી વિજય રત્નસુંદરસૂરીશ્વરજીના 400માં પુસ્તકનું વિમોચન થશે

અમદાવાદના GMDC ખાતે ભવ્ય સ્પર્શ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પદ્મભૂષણ શ્રી વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજ દ્વારા લખવામાં આવેલી 400મી પુસ્તકનું વિમોચન સ્પર્શ મહોત્સવ દરમિયાન 22મી જાન્યુઆરીએ કરવામાં આવશે. આ મહોત્સવ 15 થી 26 જાન્યુઆરી દરમિયાન યોજાશે.

90 એકરમાં આકાર પામ્યો છે સ્પર્શ મહોત્સવ :

સ્પર્શ મહોત્સવ 40 લાખ ચોરસ ફૂટ અથવા 90 એકરમાં ફેલાયેલા વિસ્તારમાં યોજાશે. કાર્યક્રમની ભવ્યતા સ્થળની એન્ટ્રીથી જ શરૂ થશે. 1,500 ફૂટ લાંબો અને 70 ફૂટ ઊંચો શાહી દરવાજો મુલાકાતીઓનું સ્વાગત કરશે. ગીરનારના પ્રસિદ્ધ નેમિનાથ મંદિરની 100 ફૂટની પ્રતિકૃતિ પણ સ્થળ પર બનાવવામાં આવશે. ધાર્મિક ગુરૂઓ અને સંતોના પ્રવચનનો મહત્તમ લોકો લાભ લઈ શકે તે માટે 25,000 લોકો એકીસાથે બેસી શકે તેવો મોટો ભવ્ય ટેન્ટ બનાવવામાં આવશે.

3D મેપિંગ ટેક્નોલોજીથી સ્પેશિયલ શૉ બતાવાશે :

3D મેપિંગ ટેક્નોલોજી આધારિત એક સ્પેશિયલ શો “વૅલ્સ ઓફ જેનિઝમ, દર્શકો સમક્ષ જૈન ધર્મની ઝલક પણ રજૂ કરશે એક ફન ઝોન, જ્યાં વિવિધ મનોરંજક પ્રવૃત્તિઓ અને અદ્યતન ટેકનોલોજીના માધ્યમથી જૈન ધર્મનું શિક્ષણ સરળ રીતે શીખી શકાય છે. તે મહોત્સવનું બીજું વિશેષ આકર્ષણ છે. સ્પર્શ મહોત્સવ એ ભારતીય પરંપરાઓને વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરવાનો ઉત્તમ અવસર છે.

100 ફૂટ ઊંચા અને 300 ફૂટ લાંબા ગિરનાર મહાતીર્થની અનુભૂતિ :

ગીરનારના પ્રસિદ્ધ નેમિનાથ મંદિરની 100 ફૂટની પ્રતિકૃતિ ભવ્ય સમવસરણ સ્પર્શ મહોત્સવનું ખાસ આકર્ષણ હશે. શંખના નાદ, સંગીત વગેરે સાથે દરરોજ ભવ્ય પ્રક્ષાલ અને ભાવનાત્મક સાંજની મહા આરતી થશે. આ સાથે મહોત્સવમાં દેવી લક્ષ્મીનું સુવર્ણ મંદિર અને દેવી સરસ્વતીનું મંદિર પણ બનાવવામાં આવશે.

ગૃહમંત્રી અમિત શાહ દિપપ્રાગટ્ય કરશે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, RSS ના વડા મોહન ભાગવત વગેરે મહોત્સવમાં હાજરી આપશે :

સ્પર્શ મહોત્સવ 10 દિવસ સુધી યોજાવા જઈ રહ્યો છે ત્યારે ભારત અને વિશ્વના લોકો, કેન્દ્રીય મંત્રીઓ, વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને વિવિધ ક્ષેત્રના મહાનુભાવો આ ભવ્ય પ્રસંગની ઉજવણીના કાર્યક્રમમાં ભાગ લેશે. જેમાં ગૃહમંત્રી અમિત શાહ દ્વારા દિપપ્રાગટ્ય કરવામાં આવશે. આ સાથે 19 જાન્યુઆરીના રોજ લેખન કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહેશે.

 

“શ્રી વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજે માત્ર ધર્મ જ નહીં, પરંતુ સમાજ, કુટુંબ, રાષ્ટ્ર, આર્થિક બાબતો, મનોવિજ્ઞાન, આરોગ્ય સહિતના વિવિધ વિષયો પર 399 પુસ્તકો લખ્યા છે. તેમણે જે વિવિધ વિષયો પર લખ્યું છે તે વિશ્વના કોઈપણ લેખક દ્વારા લખવામાં આવેલ પુસ્તક કરતાં અજોડ છે જે આપણા બધા માટે ગર્વની વાત છે. તેમના 400માં પુસ્તકનું વિમોચન એ એક મોટો પ્રસંગ છે અને તે અનુસાર જ તેની ઉજવણી કરવામાં આવી રહી છે. સ્પર્શ મહોત્સવ એ 4થી સદીની પૂર્ણાહુતિ એટલે કે 400માં પુસ્તકનું વિમોચન કરવા માટે યોગ્ય પ્રસંગ છે.” – કન્વીનર પલક શાહ

 

Related posts

જૈન ધર્મનો સૌથી મહાન તહેવાર એટલે મહાવીર જન્મ કલ્યાણક

admin

PM Narendra Modi ના માતા હીરાબાની તબિયતમાં સુધારો થતાં એકાદ દિવસમાં રજા અપાશે

admin

જાણો ક્યાં પ્રતિકથી ઓળખાય છે જૈન ધર્મના તીર્થકરો

admin

Leave a Comment