ખેતીમાં બહોળા પ્રમાણમાં ઉત્પાદન મેળવવા માટે જમીન ફળદ્રુપ હોવા જોઈએ. આ સાથે પાકના વાવેતર બાદ જમીનને જરૂરી પોષકત્વો મળી રહે તે માટે અમુક રાસાયિક ખાતર નાખવું આવશ્યક છે. જેનાથી પાકમાં વૃદ્ધિ લાવી શકાય અને પાકમાં ઉદ્ભવેલ જંતુઓનો નાસ કરી શકાંય છે. આમ આ માટે સરકાર દ્રારા ખેડૂતોને સહેલાયથી ખાતર મળી રહે તેની વ્યવસ્થા કરાઈ છે.
ખેડૂતો ખાતર માટે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા છતાં ખાતર મેળવવામાં ફાંફા પડતા હતાં. જે બાબતે સરકારને ધ્યાન જતાં હવે ખેડૂતો માટે પૂરતા પ્રમાણમાં રાસાયણિક ખાતર ઉપલબ્ધ કરાઈ રહ્યું હોવાનું સરકાર જણાવે છે. ખેડૂતોને ખાતર મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્રારા કુલ 15 જેટલી સરકાર માન્ય મુખ્ય ખાતર વિતરણ સંસ્થાઓ ઊભી કરવામાં આવી છે. જે રાજ્યમાં રાસાયણિક ખાતરની વિતરણ વ્યવસ્થા અને સુદ્રઢ માળખું રજૂ કરે છે. આ સાથે 850થી વધુ હોલસેલર તેમજ 9000થી વધુ સક્રિય ખાતર વિક્રતાઓ કાર્યરત છે.
વર્ષ 2020-21નાં સમયગાળા દરમિયાન યુરીયા, ડીએપી, એનપીકે, એમઓપી જેવા રાસાયણિક ખાતર માટે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને રૂ.4357 કરોડની સહાય આપવામાં આવી હતી.