લગ્ન એ બે આત્માઓનું મિલન છે આવું તો તમે સાંભળ્યું હશે જ. ફિલ્મો અને સિરિયલોઆ જોવા જ મળતું હોય છે. તેવામાં એક છોકરી પોતાની જાત સાથે લગ્ન કરવા જઈ રહી છે. જેમાં તે ખૂદને જાતે જ સિંદૂર લગાવીને દુલ્હન બનશે અને પાર્ટનરને બદલે પોતાની જાતને વચનો આપશે.
ગુજરાતમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યાં છે. આમ ભારતમાં કદાચ આ પહેલો કિસ્સો હશે જેમાં કોઈ છોકરી પોતાની સાથે લગ્ન કરવા જઈ રહી છે. જેમાં કોઈ વરરાજા સામેલ થશે નહીં. કારણ કે આ લગ્ન અન્ય સામાન્ય લગ્નની તુલનાએ સાવ અલગ જ છે. વાસ્તવમાં 24 વર્ષની ક્ષમા બિંદુ 11 જૂને એક મંદિરમાં પોતાના લગ્ન કરવા જઈ રહી છે. એટલું જ નહીં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, તે હનીમૂન પર પણ જશે જેના માટે તેણે 2 અઠવાડિયા ગોવામાં વિતાવવાનું પ્લાનિંગ કર્યું છે.
તમારા મનમાં એ વિચાર આવતો હશે કે ક્ષમાના આવા નિર્ણય સામે તેના માતા પિતાનું શું વિચારવું હશે, શું ક્ષમાને તેના માતા પિતાના વિરોધનો સામનો કરવો પડશે છે કે કેમ? પરંતું અહિંયા સ્થિતિ કાંઈ અલગ જ છે. ક્ષમાના આ નિર્ણય સામે તેના માતા પિતાને કોઈ જ પ્રકારે સંકોચ કે વાંધો નથી. ઉલટાનું તેઓ તેને સંપૂર્ણ સહયોગ કરે છે. વધુમાં જણાવ્યું હતું કે, તેઓને ક્ષમાના આ નિર્ણય સામે કોઈ વાંધો નથી, પછી ભલે અન્ય લોકોનું શું વિચારવું છે. સવિધાનિક રીતે દરેક વ્યક્તિને પોતાનો જીવન સાથી પસંદ કરવાનો હક અને અધિકાર છે. આમ તેવી જ રીતે સ્વાભાવીક છે કે દરેક વ્યક્તિ તેનું પાત્ર પસંદ કરે છે. પરંતું અહિંયા એક છોકરીએ પોતાની સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે. આમ આવું કરનાર તે એકલી નથી. દુનિયામાં આવા કિસ્સાઓ જોવા મળતાં હોય છે. ત્યારે તેવા વ્યક્તિ આખી જીંદગી કોઈ બીજા સાથે રહેવાની પ્રતિબદ્ધતા કરવાને બદલે ખૂદને જ પોતાના જીવનસાથી રીતે પસંદ કર્યા હોય અથવા લગ્ન કર્યા હોય.