જૈન ધર્મની પ્રથમ સભા ઈ.પૂ. 298 ના સમયગાળા દરમિયાન પાટલીપુત્ર ખાતે યોજાઈ હતી. એ સમયે ભારતમાં ચંદ્રગુપ્ત મૌર્ય શાસક હતો. મૌર્યસમ્રાટ ચંદ્રગુપ્તે જૈન ધર્મ અપનાવતાં જૈન ધર્મનો ખૂબજ બહોળા પ્રમાણમાં ફેલાવો થયો હતો. તે સમયે સ્થુલી ભદ્ર અને ભદ્રબાહુ બે મહાન જૈન આચાર્ય હતાં. જેમાંથી આચાર્ય સ્થુલી ભદ્રને જૈન ધર્મની પ્રથમ સભાનાં અધ્યક્ષ હતાં. પ્રથમ જૈન સમિતિમાં જૈન ધર્મ ગ્રંથોની મૌખિક રચના કરાઈ હતી. જેમાં જૈન સિદ્ધાંતોનું નિરૂપણ કરતાં બાર અંગોની મૌખિક રચના થઈ હતી. મૌર્યસમ્રાટ ચંદ્રગુપ્તના સમયે યોજાયેલ પ્રથમ જૈન ધર્મની સભા પછી શ્ર્વેતાંબર અને દિગંબર એમ બે પંથ પડ્યાં. જેમાં મુર્તિ પૂજા અને શ્ર્વેતવસ્ત્રોને હિમાયતીને શ્ર્વેતાબંર પંથી તરીકે ઓળખવામાં આવ્યાં. ઉપરાંત, આસનસ્થ અને ચક્ષુયુક્ત મુર્તિઓની પૂજામાં માનનાર અને સાધુઓને વસ્ત્રો ન હોવા જોઈએ તેવું માનનારને દિગંબર પંથી તરીકે ઓળખવામાં આવ્યાં.
ત્યારપછીના સમયગાળા બાદ, ઈ.પૂ. 512 ના સમયે બીજી જૈન સમિતિ યોજાઈ. જે ધ્રુવસેન પ્રથમના શાસન દરમિયાન વલભી ખાતે રાખવામાં આવી હતી. આ જૈન સમિતિમાં જૈનગ્રંથો લીપી બદ્ધ કરવામાં આવ્યાં હતાં. પ્રથમ સભામાં જૈન સિદ્ધાંતોનું નિરૂપણ કરતાં બાર અંગોની જે મૌખિક રચના કરાઈ હતી તેનું બીજી જૈન ધર્મ સભામાં તે બાર મૌખિક અંગોને 45 “આગમગ્રંથો” રૂપે ગ્રંથસ્થ કરવામાં આવ્યાં હતાં. આમ “આગમ” એ જૈન ધર્મનો સૌથી પવિત્ર ગ્રંથ છે.