જૈન ધર્મમાં કુલ ચોવિસ તીર્થંકરોની સંકલ્પના કરવામાં આવે છે. જે ચોવિસે તીર્થંકરને તેમના નામની સાથે-સાથે તેમના પ્રતિક પણ હોવાનું માનવામાં આવે છે. ત્યારે ક્યાં જૈન તીર્થંકરનું ક્યું પ્રતિક છે. તેવાં કેટલાંક તીર્થંકરની વિશેષ માહિતી તમને અહિં જોવા મળશે. જેમાં પ્રથમ તીર્થંકર તરીકે ઋષભદેવ એટલે કે આદિનાથને માનવામાં આવે છે. જેમનું પ્રતિક સાંઢ છે અને દ્વિતીય તીર્થંકર અજીતનાથનું પ્રતિક હાથી હોવાનું ઈતિહાસમાં જાણવા મળે છે.
ભગવાન શ્રીકૃષ્ણના સમકાલીન એવા બાવીસમા તીર્થંકર નેમીનાથ કે જેમને એરીસ્ટ્રોનેમી તરીકે ઓળખવામાં આવે છે તેમનું પ્રતિક શંખ હોવાનું જણાય છે. ત્રેવિસમાં તીર્થંકર કાશીનરેશ અશ્ર્વસેનના પુત્ર પાર્શ્ર્વનાથ હતાં. તેમનું આયુષ્ય સો વર્ષનું માનવામાં આવે છે. તેમનું પ્રતિક સાપ છે. મહાવીર સ્વામીને જૈન ધર્મના ચોવિસમાં તીર્થંકર હતાં. મહાવીર સ્વામીનું પ્રતિક સિંહ હોવાનું જણાય છે. આમ જૈન ધર્મના મહાન તીર્થંકરને તેમના નામની સાથે એક પ્રતિકથી પણ ઓળખવામાં આવતાં હતાં.
- શ્રી ઋષભદેવ (આદિનાથ) – બળદ
- શ્રી અજીતનાથ – હાથી
- શ્રી સંભવનાથ – ઘોડો
- શ્રી અભીનંદન – વાનર
- શ્રી સુમતિનાથ – ચકવા
- શ્રી પદ્મપ્રભુ – કમળ
- શ્રી સુપાર્શ્વનાથ – સાથિયા (સ્વસ્તિક)
- શ્રી ચંદ્રપ્રભુ – ચંદ્ર
- શ્રી સુવિઘિનાથ – મગર
- શ્રી શીતલનાથ- શ્રીવત્સ
- શ્રી શ્રેયાંસનાથ – ગેંડો
- શ્રી વાસુપૂજ્ય – પાડો
- શ્રી વિમલનાથ – સુવર
- શ્રી અનંતનાથ – બાજ
- શ્રી ધર્મનાથ – વ્રજ
- શ્રી શાંતિનાથ – હરણ
- શ્રી કુંથુનાથ – બકરો
- શ્રી અરનાથ – નન્ઘાવર્ત
- શ્રી મલ્લિનાથ – કળશ
- શ્રી મુનિશ્રુવ્રત – કાચબો
- શ્રી નેમિનાથ – નીલકમલ
- શ્રી નેમિનાથ(અરિષ્ટનેમિ) – શંખ
- શ્રી પાર્શ્વનાથ – સાપ
- શ્રી મહાવીર સ્વામી – સિંહ