કોફીમાં નાયસિન નામનું તત્ત્વ હોય છે. તેને બાદ કરતાં ચાની જેમ કોફીનું પોષણમૂલ્ય પણ નજીવું જ છે.નાયસિન સિવાયની કોફીના દરેક તત્ત્વો લગભગ સરખા હાનિકારક છે. માટે કોફી પણ ન પીવો અથવા ઓછા પ્રમાણમાં પીવામાં હિત છે.
નાયસિનની સાથે જ્યારે ખાંડ ભળે છે ત્યારે તેનું પોષણમૂલ્ય નહિંવત્ થઈ જાય છે. દૂધ સાથે પણ નાયસિનની અસર જૂજ જોવા મળે છે. ઝિંકને કારણે ઝાડા થયા હોય ત્યારે તેમાં થોડુંક દૂધ, થોડી ખાંડ ઉમેરીને પીવાથી ઝાડામાં રાહત થઈ શકે.
પ્રેશર ઓછું થયું હોય ત્યારે પણ થોડી વધારે કોફી અને ખાંડ-દૂધનું પ્રમાણ ઓછું લઈ પીવાથી પ્રેશર વધી શકે છે. તે જ કારણે કિડનીને બગાડી શકે તેવી શક્યતા વધારે રહે છે.
સવારે ખાલી પેટ ચા પીવાની ટાળો. ચામાં રહેલું કેફીન કેટલીક વખત શરીરનું પાણી ઘટાડી શકે, પેટના વાયુનું અધોગમન રોકી શકે જેને કારણે પેટ બગડે અને કેટલીક વાર કેટલાક લોકોને પેટમાં ચાંદા પડે, જ્યારે ગ્રીન ટી પેટ બગાડે કે કબજિયાત કરી શકે. ખૂબ જૂજ પ્રમાણમાં ગ્રીન ટી લીવર કે કીડનીની તકલીફ ઉભી કરે છે.
ગ્રીન ટી કેટલીક વાર ખૂબ જ વાર સુધી મોંમાં રહેવાથી અથવા વધારે વાર પીવાથી નુકશાનકારક છે. તે નુકશાન કરે છે કારણ કે તેમાં મોટી માત્રામાં કેફીન રહેલું છે, ટેનિક એસિડની આડઅસરમાં પેટની ગરબડ, ઉલટી ઉબકા અને લીવર બગડવાની શક્યતા વધે છે. નિયમિત રીતે ટેનિક વધારે હોય તેવાં વનસ્પતિજન્ય પીણાં પીવાથી નાકના કે ગળાના કેન્સરની શક્યતાઓ વધારે છે.
ચાનું પોષણમૂલ્ય અત્યંત નજીવું છે. ઉપરાંત તેમાં ખાંડ ઉમેરવાથી તેના પોષણમૂલ્યને ઠેસ પહોંચે છે.ચામાં થેઈન નામનું તત્ત્વ છે જે મજ્જાતંત્રને કાર્યરત કરી શકે છે.