સરકાર ગેમિંગ ક્ષેત્રમાં શક્યતા જોઈ રહી છે. એક સમયે ગેમિંગ ઇન્ડસ્ટ્રીઝને કાયદેસર રાખવી કે નહીં તે વિશે ચર્ચા થતી. હવે ખુદ સરકાર આ ક્ષેત્રને પ્રોત્સાહન આપવાનું મન બનાવી ચૂકી છે. આ અર્થે નાણાં મંત્રીએ બજેટ સુધ્ધામાં ગેમિંગ ઇન્ડસ્ટ્રીનો ઉલ્લેખ કર્યો. આ ઉપરાંત, પોસ્ટ બજેટ સ્પીચમાં વડા પ્રધાને પણ ગેમિંગ ઇન્ડસ્ટ્રીઝમાં યુવાનો માટે ભરપૂર તકો છે તેમ કહ્યું. આગામી બે વર્ષમાં આ ઇન્ડસ્ટ્રીઝમાં થોકબંધ રોકાણ થવાનું છે. આ અંદાજો સ્વાભાવિક છે કે ગત વર્ષોમાં સરકાર ગેમિંગ ક્ષેત્રમાં શક્યતા જોઈ રહી છે. એક સમયે ગેમિંગ ઇન્ડસ્ટ્રીઝને કાયદેસર રાખવી કે નહીં તે વિશે ચર્ચા થતી. હવે ખુદ સરકાર આ ક્ષેત્રને પ્રોત્સાહન આપવાનું મન બનાવી ચૂકી છે. આ અર્થે નાણાં મંત્રીએ બજેટ સુધ્ધામાં ગેમિંગ ઇન્ડસ્ટ્રીનો ઉલ્લેખ કર્યો. આ ઉપરાંત, પોસ્ટ બજેટ સ્પીચમાં વડા પ્રધાને પણ ગેમિંગ ઇન્ડસ્ટ્રીઝમાં યુવાનો માટે ભરપૂર તકો છે તેમ કહ્યું. આગામી બે વર્ષમાં આ ઇન્ડસ્ટ્રીઝમાં થોકબંધ રોકાણ થવાનું છે. આ અંદાજો સ્વાભાવિક છે કે ગત વર્ષોમાં ગેમિંગ ઇન્ડસ્ટ્રીના વધી રહેલાં વ્યાપથી લગાવવામાં આવ્યો છે. દસ વર્ષ અગાઉ ગેમિંગ ઇન્ડસ્ટ્રીઝનો ગ્રોથ સામાન્ય હતો, પરંતુ સ્માર્ટ ફોનની જે રીતે સંખ્યા વધવા માંડી તે રીતે ગેમિંગનો હિસ્સો માર્કેટમાં વધવા માંડ્યો. હવે તો તે ઓર વધશે કારણ કે કિશોર વયના જ નહીં, પણ બાળકોના હાથ સુધ્ધા હવે મોબાઈલ સુધી પહોંચી ચૂક્યા છે.
સમય પ્રમાણે બાળકોની વ્યસ્તતાનું એન્ગેજમેન્ટ પણ બદલાય છે. એક સમય હતો જ્યારે બાળકો આખો દિવસ શેરીમાં રમ્યા કરતાં. એક જગ્યામાં બાળકોને બેસાડી રાખવાનું સપને ય વિચારાતું નહીં. બાળક માટે મેદાની રમતો જ મનોરંજન હતી. તે પછી ટેલિવિઝન આવ્યાં અને તેમાં આવનારાં કાર્યક્રમોએ બાળકોની મેદાની રમતો છીનવાઈ તેવી ફરિયાદો થવા માંડી. જો કે આ ફરિયાદો છતાં ય ટેલિવિઝન બાળકોને સદંતર મેદાનથી અળગા ન કરી શકી. ટેલિવિઝનના આગમન ટાણે તેમાં કાર્યક્રમોની પણ મર્યાદા હતી. પરંતુ તે પછી શહેરમાં ઝડપથી બદલાયેલાં રહેણાંક ડિઝાઈનમાં બાળકોની ખુલ્લા જગ્યાની રમતો ઘટતી ગઈ. અને સ્માર્ટ ફોન આવ્યા બાદ તો જાણે બાળકોને ખીલે બાંધી દીધા હોય તેવી સ્થિતિ નિર્માવા માંડી. હવે તો બાળકોને ટાઇમપાસ કરવા માટે સ્માર્ટ ફોન સૌથી હાથવગું બની ગયું છે. અને તેમાં પણ ટેકનોલોજીના કારણે અવનવી ગેમ્સ બાળકોને કલાકો સુધી એન્ગેજ રાખી શકે છે.
ગેમિંગ જ્યાં સુધી ફાજલ સમયમાં અડધો-એક કલાકની વાત હોય ત્યાં સુધી તે સહ્ય છે અને તે રીતે અત્યાર સુધી ગેમિંગ જગ્યા હતી. પણ હવે જાણે બાળકોને તેમાં જ વ્યસ્ત કરી દેવાના હોય તેવો કારસો ઘડી કાઢવા સરકાર પણ બોલી રહી છે. વડા પ્રધાને સુધ્ધા તેમની સ્પીચમાં એમ કહ્યું છે કે, હવે બાળકોને આપણે ગેમ રમતા અટકાવી શકીએ એમ નથી. અને જો આમ ન કરી શકતાં હોય તો વિદેશી કરતાં આપણા જ યુવાનો કેમ ગેમ ન બનાવે.
સરકારનું આ ક્ષેત્ર પર ધ્યાન તેનાં વધી રહેલાં માર્કેટના આંકડાથી ગયું છે. 2014માં ડિજિટલ ગેમિંગ ઇન્ડસ્ટ્રીઝનો વેપાર 2,000 કરોડ સુધી સીમિત હતો, જે હવે છ ગણો વધીને એટલે કે 12,000 કરોડ સુધી પહોંચ્યો છે. ગેમિંગ ક્ષેત્રને એનિમેશન, કોમિક્સ અને વિઝ્યુઅલ ઇફેક્ટસ સાથે જ જોવામાં આવે છે, કારણ કે ટેક્નોલોજીની રીતે આ બધા ક્ષેત્ર એકબીજા સાથે સંલગ્ન છે. આ બધાં જ ક્ષેત્રનો એક વાર્ષિક અહેવાલ પ્રગટ થાય છે અને તે અહેવાલ મુજબ હાલમાં ગેમ ડેવલપિંગ કંપનીઓની સંખ્યા 250 મિલિયન છે, જે 2018 સુધી 20 મિલિયન હતી. આ રિપોર્ટ મુજબ હજુ સુધી દેશના મોટા શહેરોમાં જ ઓનલાઈન ગેમનું ચલણ છે. નાનાં શહેરો સુધી તેનું વળગણ પહોંચ્યું નથી. પણ આગામી સમયમાં ગામેગામ ગેમિંગ ઇન્ડસ્ટ્રીઝ પહોંચે તે માટે તાડામાર તૈયારી થઈ રહી છે. જેમ કે સૌથી પહેલાં તો બધી જગ્યાએ સ્માર્ટ ફોન પહોંચી રહ્યા છે અને ઇન્ટરનેટની ફોર.જી. સ્પીડ સામાન્ય થઈ રહી છે. ગેમ માટે જરૂરી સંસાધનો છે તે હવે સર્વત્ર પહોંચી રહ્યાં છે અને એટલે તે માટે ગેમિંગ કંપનીઓએ બાંયો ચઢાવી છે. જેમ કે, ‘સુપરગેમિંગ’ કંપનીના સી.ઈ.ઓ. રોબી જોહ્ન મુજબ તેઓ હવે અવનવી ગેમ લાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. તેમની ‘માસ્કગન’ નામની ગેમ ખાસ્સી પ્રચલિત છે અને અત્યાર સુધી તેની ડાઉનલોડિંગની સંખ્યા 60 મિલિયન સુધી પહોંચી છે. ગેમ ક્ષેત્રની તમામ કંપનીઓ અત્યારે સરકારે જે કહ્યું છે તે જ વાતનું પુનરાવર્તન કરી રહી છે. તેઓ બધી જ રોજગારી ખુલશે અને યુવાનોને તક મળશે તેમ કહીને ગેમનો વિસ્તાર કરવા માંગે છે. ખરેખર તો આ પૂરો ટ્રેન્ડ પશ્ચિમનો છે, જ્યાં બાળકો સામાન્ય રીતે શેરીઓમાં ટોળાંમાં રમતાં નથી. આપણે ત્યાં શેરી, સોસાયટી, પોળ કે ગામમાં બાળકો એક સાથે રમે તેવી પરંપરા છે. આ પરંપરાને હડસેલીને હવે તેમને એકલા ગેમ રમવા પર લઈ જવાની વાત કંપનીઓ કરી રહી છે.
બજેટમાં જેવી જાહેરાત થઈ તેના અનુસંધાને મુંબઈમાં અનેક ગેમિંગ કંપનીઓ માર્કેટમાં વધુ ઉત્સાહથી ઉતરવા માંગે છે. આમાં એક કંપની ‘લોસ્ટ ફેરી’ નામની છે. આ કંપનીના આર્ટ ડિરેક્ટર દિયા સેનગુપ્તા છે. તેમનું કહેવું છે કે આપણા દેશમાં વૈવિધ્ય ખૂબ છે, વાર્તાઓનો ખજાનો છે, કળા પ્રતિભા છે, પરંતુ ગેમિંગમાં પ્રવેશવા જે સ્ટાન્ડર્ડ પશ્ચિમના દેશોના છે, તે આપણી પાસે નથી. દિયાનું કહેવું છે તે માટે આપણે મહેનત કરવી પડશે. ગેમિંગ ક્ષેત્રમાં આવવા યુવાનો કેવી રીતે તલપાપડ થઈ રહ્યા છે તેના સરવે પણ કંપનીઓ રજૂ કરતી થઈ ગઈ છે. કંપનીઓને પણ ખબર છે કે ગેમિંગની સૌથી મોટી મર્યાદા બાળકોની આંખો, મસ્તિષ્કને થતું નુકસાન છે. ઉપરાંત બાળકમાં મેદાની રમતથી જે સાહસ ખીલે છે તે ડિજિટલ ગેમિંગ ક્યારે ય ન ખીલી શકે. તે માટે ગેમિંગ કંપનીઓ ક્યારે ય પણ ગેમ રમવાના લાભ તો દર્શાવી શકવાની નથી, તેથી તેઓ હવે રોજગારીનું ગાજર લટકાવીને ઇન્ડસ્ટ્રીઝને આગળ વધારવા માંગે છે.
ગેમિંગ કેટલું નુકસાન પહોંચાડી શકે તે થોડાં વખત પહેલાં સરકારે જ જાહેર કર્યું હતું. ‘મિનિસ્ટ્રી ઑફ એજ્યુકેશન’ દ્વારા જાહેર થયેલી એડવાઈઝરીમાં એવું સ્પષ્ટ હતું કે ગેમિંગ ક્ષેત્ર કેટલું ઘાતક છે. ભા.જ.પ.ના જ સુશીલ કુમાર મોદીએ તે વિશે જે ગેમિંગ એડિક્શન અંગે અહેવાલ રજૂ કર્યો હતો, જે અહેવાલ પર સરકારને એક્શન લેવાનું રાજ્ય સભાના ચેરમેન વૈકૈંયા નાયડુએ જણાવ્યું હતું. તે અહેવાલમાં સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવ્યું છે કે, ઓનલાઈન ગેમિંગ બાળકોને તેના વ્યસન તરફ દોરી જાય છે. અને તેઓને ન રોકવામાં આવે તો ‘ગેમિંગ ડિસોઓર્ડર’ સુધી વાત પહોંચી શકે છે. વાલીઓ અને શિક્ષકો માટે તેમાં વિશેષ સૂચન કરવામાં આવ્યું હતું. એક સૂચન તો એવું ય હતું કે આ પ્રકારનાં ગેમિંગના એપ માટેના પેમેન્ટની કોઈ અપર લિમિટ નિર્ધારીત થવી જોઈએ.
આ ઉપરાંત પણ તે અહેવાલમાં જે નોંધ હતી તે પ્રમાણે ઓનલાઈન ગેમિંગમાં બાળકોથી અંતર રાખવાનું મુનાસિબ માનવામાં આવ્યું હતું. એક અન્ય નોંધ મુજબ ગેમિંગથી બાળકોને શારીરિક અને માનસિક તાણ પડે છે. આમ થવાનું કારણ દરેક નવી ગેમ વધુને વધુ અઘરી અને ગૂંચવણ ભરેલી હોય છે. અને જો તેમાં કોઈ સ્વમર્યાદા નક્કી ન કરવામાં આવે તો તે વાત એડિક્શન સુધી પહોંચતાં વાર લાગતી નથી.
ભા.જ.પ.ના સુશીલકુમારે ગેમિંગનાં ઘાતક નુકસાન બતાવ્યાં તેનું એક કારણ તેમાં વધી રહેલું એન્ગેજમેન્ટ છે. કોવિડ આવ્યા બાદ ગેમિંગમાં એન્ગેજમેન્ટ 65 ટકા સુધી વધ્યું છે. 43 કરોડથી વધુ લોકો વર્ચ્યુઅલ ગેમિંગમાં પોતાનો સમય વ્યતિત કરે છે. ગેમિંગમાં આ બધું જ ઝડપભેર થઈ રહ્યું છે કારણ કે તે અંગેના કાયદામાં ટેક્નોલોજી પ્રમાણે બદલાયા નથી. બીજું કે ગેમિંગ બાબતે કાયદા ઘડવાનો અધિકાર રાજ્યોને છે. આસામ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, ઓડિશા અને તમિલનાડુ દ્વારા ગેમિંગ પર કેટલીક મર્યાદા મૂકી છે. તેમ છતાં બાળકોના ગેમમાં સટ્ટા સુધી પણ વાત પહોંચે છે. જેમ કે આપણે ત્યાં લુડો સૌથી પ્રચલિત ગેમ છે અને તે પણ આ પ્રકારના વિવાદમાં ઘેરાઈ ચૂકી છે. પબજી અને બ્લુવ્હેલ ચેલેન્જ જેવી ગેમ તો આત્મહત્યા અને હિંસા આચરવા સુધી લઈ જાય છે તેવું સાબિત થઈ ચૂક્યું છે અને હવે આ ગેમ પર પ્રતિબંધ પર લાદી દેવામાં આવ્યો છે.
જો કે હવે આ ક્ષેત્રનું નુકસાન સામે જોવાતું હોય અને તે નુકસાન બાળકોનું હોય તેમ છતાં જો સરકાર તેમાં રોજગારી અને તકો જોતી હોય તો હવે ધ્યાન લોકોએ જ રાખવાનું છે. નહીંતર નુકસાન સમાજને સરકારને પછી થવાનું છે પહેલાં તે નુકસાન પરિવારનું હશે.
https://opinionmagazine.co.uk/details/8079/gaming-industries-maam-avasar-jovaano-khel