દેશ ટેક્નોલોજી ક્ષેત્રે પ્રગતી કરી રહ્યો છે. ત્યારે ખેડૂતો પણ આધુનિકરણથી ખેતી કરી રહ્યાં છે. ખેતી ક્ષેત્રમાં ઉપયોગી થાય તેવાં ટેક્નિકલ સાધનોમાં વધારો થઈ રહ્યો છે. જ્યારે ખેડૂતો ખેતી કરવાં માટે આ સાધનોનો ઉપયોગ કરીને સમય અને શક્તિ બંને બચાવ કરી રહ્યાં છે.
ત્યારે ખેતીમાં આધુનિકરણ લાવવા માટે કૃષિને લગતાં સાધનોની સવલતો ખેડૂતોને મળી રહે તે માટેની સહાયની વ્યવસ્થાન કરવામાં આવી છે. જેમાં ખેડૂતોને ખેતી વિષયક સાધન સામગ્ર માટે સહાય પૂરી પાડવામાં આવે છે. જેમાં ટ્રેકટરની ખરીદી પર સરકાર દ્વારા 60,000 સુધીની સહાય પૂરી પાડે છે. આમ જોવા જઈએ તો, છેલ્લાં પાંચ વર્ષનાં સમયગાળા દરમિયાન સરકાર દ્રારા 1,32,208 ખેડૂતોને ટ્રેકટરની ખરીદી પર રૂ.625.27 કરોડની સહાય આપી હતી. ઉપરાંત કૃષિ યાંત્રિકરણ માટે છેલ્લા પાંચ વર્ષમાં 2.82 લાખથી વધારે ખેડૂતોને લાભ આપવામાં આવ્યો છે. જેમાં રૂ.1054 કરોડથી વધારે નાણાની સહાય પૂરી પાડવામાં આવી હતી.
ઉપરાંત, 2019 માં બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં ખેડૂતોના પાકને તીડથી નુકશાન પહોંચતાં રાજ્ય સરકાર દ્રારા રૂ.32.76 કરોડના પેકેજ જાહેર કરી હતી.