કુદરતી આવતી આફતોથી ખેડૂતોને ઘણુ બધુ નુકસાન પહોંચતું હોય છે. આમ અતીવૃષ્ટિ, અનાવૃષ્ટિ વગેરે જેવી કુદરતી આફતોને કારણસર ખેડૂતોને બહું મોટી નુકસાન ભોગવી પડતી હોય છે. ઉપરાંત પાકમાં આવતાં જંતુઓના લીધા પણ નિષ્ફળ જવાની શક્યતાં રહે છે. તેવામાં વર્ષ 2018-19માં રાજ્યના અછતગ્રસ્ત જાહેર કરેલાં 96 તાલુકાનાં ખેડૂતો સહાય પેકેજની જાહેરાત કરી હતી.
જેમાં 23 લાખ ખેડૂતો અને પશુપાલોકો માટે રાજ્ય સરકાર દ્રારા રૂ.2,285 કરોડની ફળવણી કરવામાં આવી હતી.
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિત માટે અને તેમને સમયસર મદદ મળી રહે તે હેતુથી અછત જાહેર કરવામાં આવતા જાન્યુઆરી મહિનાને બદલે ઓક્ટોબર મહિનો રાખવામાં આવ્યો છે. પહેલા 125 મી.મી.થી ઓછા વરસાદને જ અછતગ્રસ્ત માનવામાં આવતાં હતા. જેને બદલે રાજ્ય સરકારે 400 મી.મી. થી ઓછા વરસાદવાળા તાલુકાને પણ અછતગ્રસ્તના વિસ્તારમાં સ્થાન આપ્યું છે.
ઉપરાતં ખેડૂતોને દર વર્ષે પાક વિમાની રકમ પૂરી મળી રહે તે માટે ગુજરાત સરકાર નક્કર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખેડૂતોને 2016-17 થી 2019-20 સુધીમાં રૂ.5,232 કરોડના દાવાની ચુકવણી કરવામાં આવી છે. આ સાથે પ્રતિવર્ષે સરેરાશ 21 લાખ જેટલા ખેડૂતોને 27 લાખ હેક્ટર વિસ્તાર માટે છેલ્લા ચાર વર્ષના સમયગાળા દરમિયાન કુલ રૂ. 5,500 કરોડની પ્રીમિયમ સબસિડી પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.