પદ્મભૂષણ જૈનાચાર્ય વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજના હસ્તે ત્રણ મુમુક્ષુ ભાઈઓ અને પૂજ્ય સાધ્વીજી સંવેગનિધિ મહારાજના હસ્તે ત્રણ મુમુક્ષુ બહેનોનું રજોહરણ થશે
Sparsh Mahotsav Ahmedabad : અમદાવાદાના GMDC ગ્રાઉન્ડ ખાતે 15 જાન્યુઆરીથી સ્પર્શ મહોત્સવનો પ્રારંભ થયો છે. જેમાં પદ્મભૂષણ જૈનાચાર્ય વિજય રત્નસુંદર સૂરિશ્વરજી મહારાજ સાહેબના 400માં પુસ્તકનું વિમોચન 22 જાન્યુઆરીના રોજ કરવામાં આવ્યું હતું. આ સાથે રત્ન સફારી, અદ્યતન થ્રી-ડી ટેક્નોલોજી મેપિંગ શૉ દ્વારા જૈન ધર્મના મુલ્યો, ગિરનાર તીર્થનું મહત્વ, રત્ન વાટિકા, બ્રહ્માંડના નવ ગ્રહો થકી જીવન જીવવાની ચાવીઓ એવુ રત્ન યુનિવર્સ અનેકવિધ દાર્શનિક રત્નો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. પુસ્તક વિમોચન થયા બાદ 26 જાન્યુઆરી સુધી સ્પર્શ મહોત્સવમાં ચાલુ રહેશે. ત્યારે આવતી કાલે આઠ મુમુક્ષુ સંસારનો ત્યાગ કરીને દિક્ષા લેશે.
સ્પર્શ નગરીમાં આઠ મુમુક્ષુ દિક્ષા લેશેજિન શાસનના દિવ્ય માર્ગે પ્રસ્થાન કરતા આઠ મુમુક્ષુ આવતી કાલે સંસારનો ત્યાગ કરીને દિક્ષા લેશે. ત્યારે દિક્ષાર્થીઓના પરિવારજનોમાં અનેરો આનંદ છે. તુમ્હી હો માતા-પિતા તુમ્હી હો એ પ્રાર્થના બધાને ખબર જ છે. પરંતુ બંનેનું સંયુક્ત સ્વરૂપ એટલે મુમુક્ષુના દિવ્ય જીવન માટે અનન્ય સાનિધ્ય અને પ્રેમાળ વાત્સલ્યનું જીવંત ઉદાહરણ.
આ પણ વાંચો : કોરોનામાં નિધન પામેલા પિતાની ઈચ્છા પૂરી કરવા દિકરી મા સાથે પહોંચી સ્પર્શ મહોત્સવમાં
સ્પર્શ મહોત્સવના અંતિમ દિવસે એટલે કે 26 જાન્યુઆરીના રોજ આઠ મુમુક્ષુ દિક્ષા લેશે. જેમાં ત્રણ મુમુક્ષુ ભાઈઓને પદ્મભૂષણ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજના હસ્તે અને ત્રણ મુમુક્ષુ બહેનોને પૂજ્ય સાધ્વી સંવેગનિધિ મહારાજના હસ્તે રજોહરણ ગ્રહણ કરાવવામાં આવશે.

બાહ્ય જગત એટલે કે સાંસારિક જગતમાં એવું લાગે છે કે જૈન દિક્ષા એ તપ અને તિક્ષીક્ષા અને વ્રત ઉપવાસ યુક્ત કષ્ટમય જીવન. પરંતુ જિન શાસનનો માર્ગ ગ્રહણ કરનાર મુમુક્ષુઓ માટે દિવ્ય જીવન દ્વારા આત્માની ઉન્નતિનો સુઅવસર છે. આ પ્રસંગે વૈરાગ્ય વારિધિ આદિ મહારાજ સાહેબો તેમજ માતૃ હ્રદયા સાધ્વી રોહીનાશ્રી, સાધ્વી હેમરત્નાશ્રીજી તેમજ 100થી વધુ સાધુ ભગવંતો અને સાધ્વીગણના આશીર્વાદ પ્રાપ્ત થશે.
Sparsh Mahotsav Ahmedabad : અમદાવાદ કે ગુજરાત જ નહી પરંતુ વિશ્વભરમાં આવરણને જાણે આચાર્ય ભગવંતની કૃપાદ્રષ્ટિ અને અલૌકિક દિવ્યતા સ્પર્શ મહોત્સવની સ્નેહધારાએ ભીંજવી દીધી. આ સ્પર્શ નગરી ઈતિહાસનું એવું દિવ્ય ઐતિહાસિક સંભારણું બની રહેશે. જેમાં આઠ મુમુક્ષુ સામુહિક દિક્ષા લેશે.