-
જૈન ધર્મમાં દેવ કરતાં પણ મનુષ્ય મહાન; જૈન તીર્થંકરોએ આવો સંદેશ આર્યોને આપેલો
જૈન ધર્મમાં ભગવાનથી પણ મનુષ્યને મહાન માનવામાં આવે છે. જૈનધર્મનું પ્રવર્તન કોઈ એક વ્યક્તિનાં નામે ચડ્યું નથી. જૈન ધર્મમાં કોઈ એક વ્યક્તિથી પ્રવર્તિત કે કોઈ એક વ્યક્તિને દેવ તરીકે સ્થાન આપવામાં આવ્યું નથી. પરંતું જે કોઈ રાગ-દ્વેષનો વિજેતા હોય તેને જિન મનાય છે. રાગ-દ્વેષના વિજેતાને જૈનધર્મના અનુયાયીઓ જૈન કહેતા.
રાગ-દ્વેષના વિજયીને પોતાના ઈષ્ટદેવ તરીકે સ્વીકાર કરતાં તેમને તીર્થંકર નામ આપવામાં આવ્યું. આમ જૈનોનાં મતે આવા તીર્થંકરોની સંખ્યા ઘણી મોટી છે. જેમાં આ યુગમાં ઋષભદેવથી માંડીને વર્તમાન સુધીના 24 તીર્થંકરો પ્રસિદ્ધ છે. બીજા ધર્મની જેમ તેઓ ઈશ્વરના અવતાર નથી. પરંતું તેઓ સાધના કરીને તીર્થંકર પદ પામ્યા છે. એટલે તીર્થંકર પણ આપણા મનુષ્યમાના એક જ છે.
તીર્થંકરોનો સંદેશ શું છે?
“મનુષ્ય એમની જેમ સખત પ્રયત્ન કરે તો તે પણ તીર્થંકરપણુુ પામી શકે છે. મનુષ્ય જાતિમાં આ પ્રકારની પ્રેરણા આપનાર એટલે કે તીર્થંકર. જૈન ધર્મમાં મનુષ્ય એવી શક્તિની પ્રાપ્તી કરે છે કે દેવો પણ તેમની પૂજા કરે છે.”
જૈનધર્મના તીર્થંકરો એવું જણાવે છે કે, મનુષ્યનું ભાગ્ય પોતાના હાથમાં છે. જ્યારથી ધાર્મિક માન્યતામાં નવજાગરણ આવ્યું ત્યારથી મનુષ્ય પોતાના સામર્થ્યને ઓળખતો થયો છે અને તેને ઈન્દ્ધાદ્ધિ દેવોની ઉપાસના છોડી દીધી. પરિણામે વૈદિક આર્યોમાં પણ રામ અને કૃષ્ણ જેવા મનુષ્યો પૂજાવા લાગ્યા. પછી ભલે તેમને કાળક્રમે અવતારી પુરુષો બનાવી દીધા. પરંતું જૈન ધર્મમાં દેવ કરતાં પણ મનુષ્યને મહાન ગણાવામાં આવ્યો છે. આમ જૈન તીર્થંકરોએ આવો સંદેશ આર્યોને આપ્યો હતો.